________________
શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ષષ્ટિતન્ત્રાદિ શાસ્ત્રોમાં સામાન્યથી સર્વજનપ્રસિદ્ધ ધર્મસાધનભૂત અહિંસાદિનું નિરૂપણ કર્યું છે. સાથે સાથે આત્માદિ પદાર્થોનું પણ નિરૂપણ કર્યું છે. તે તે શાસ્ત્રમાં વર્ણવેલા એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય એવા આત્મા વગેરેનું જ્ઞાન થવાથી તેમાં અહિંસાદિ ધર્મસાધનો ઘટે છે કે નહિ... ઈત્યાદિ સ્વરૂપે અહિંસાદિમાં; પોતપોતાના દર્શનશાસ્ત્રપ્રસિદ્ધ એકાંતનિત્યાદિ સ્વરૂપ આશ્રયવૃત્તિત્વ વગેરેની શક્કા થાય છે. તેને અહિંસાદિ સ્વરૂપ અર્થના યાથાત્મ્યની શકા કહેવાય છે. આ શક્કા તત્ત્વજ્ઞાનની પ્રત્યે અર્થાર્ અહિંસાદિ ધર્મસાધનના નિશ્ચય માટે ઉપયોગી બને છે. કારણ કે તે શંકા અહિંસાદિ ધર્મસાધનના યથાર્થસ્વરૂપની વિચારણામાં પ્રવૃત્ત થયેલી છે.
એ વિચારણાથી આત્માદિ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય થવાથી અહિંસાદિ ધર્મસાધનોનો શુદ્ધવિષય (શુદ્ધ આશ્રય) કેવો હોવો જોઈએ તેનું તાત્ત્વિક જ્ઞાન થાય છે, જેથી તાત્ત્વિક જ્ઞાનનું કારણભૂત કયું દર્શન છે-તેની પ્રતીતિ થાય છે. અને તેનાથી મુમુક્ષુ આત્માઓ સદ્દર્શનનો સ્વીકાર કરે છે. આ રીતે એ શડ્યા ‘તત્ત્વજ્ઞાન’ની પ્રત્યે ઉપયોગિની બને છે. સદ્દર્શનનો સ્વીકાર થવાથી તે દર્શનનો ગ્રહ જ યથાર્થ એવા અહિંસાદિ ધર્મસાધનોનો ઉપલંભ કરાવે છે. તેથી લક્ષણ(પ્રમાણલક્ષણાદિ)નું કોઈ જ પ્રયોજન નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે સઘળાંય દર્શનશાસ્ત્રોએ અહિંસાદિ ધર્મસાધનોનું નિરૂપણ કરવા
સાથે આત્માદિનું સ્વરૂપ વર્ણવ્યું છે.
EXEXE
XX ha EE333333€