________________
જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી જાણી લેવું જોઈએ.
વસ્તુતઃ ધર્મવાદમાં લક્ષણનો કોઈ ઉપયોગ નથી. સર્વત્ર પ્રમાણલક્ષણના ઉપયોગના નિષેધમાં અહીં તાત્પર્ય નથી. કારણ કે અસહની નિવૃત્તિ માટે ધર્મવાદ છે. પ્રમાણના લક્ષણ વિના પણ અસદ્ગહની નિવૃત્તિ થઈ જતી હોય છે. ષષ્ઠિતંત્રાદિ પોતપોતાના શાસ્ત્રમાં જણાવેલા અહિંસાદિની વ્યવસ્થા કરતી વખતે તે તે શાસ્ત્રોમાં તેની સાથે વર્ણવેલા એકાંતનિત્યત્વ, પરિણામિત્વ કે ભિન્નત્વાદિ જે બીજા ધર્મો છે તે સદ્ગત છે કે અસદ્ગત છે. ઈત્યાદિ સંશયના કારણે અને તે તે ધર્મના કારણે તે તે શાસ્ત્રનિરૂપિત અહિંસાદિ ધર્મોની વ્યવસ્થા કઈ રીતે સદ્ગત થાય. ઈત્યાદિ જિજ્ઞાસાના કારણે જે વિચારણા થાય છે તેનાથી અસહની નિવૃત્તિ માટે ઉપયોગી એવા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જેથી અહિંસાદિ ધર્મના વિષયમાં અસદ્ગહ રહેતો નથી. કારણ કે એકાંતનિત્યત્વાદિ ધર્મની સાથે તે અહિંસાદિનું સ્વરૂપ વગેરે સુસદ્ગત નથી-તે સમજાય છે. આ રીતે એકાંતનિત્યત્વાદિ ધર્મ માનવાનો અસદ્ગહ નિવૃત્ત થાય છે. તેમાં લક્ષણથી સિદ્ધ કરાતા સ્વતરભેદજ્ઞાનની અપેક્ષા રહેતી નથી. સામાન્ય રીતે આત્મા વગેરે પદાર્થોના સ્વતર(અજવાદિ)ભિન્નત્વ સ્વરૂપે જ્ઞાન માટે લક્ષણનો ઉપયોગ હોય છે. પરંતુ તેના ઉપયોગ વિના જ ઉપર જણાવ્યા મુજબ તે તે જીવાદિ પદાર્થોનું જ્ઞાન સમુગ્ધ (લોકપ્રસિદ્ધ) જ્ઞાનથી જ થઈ જાય છે. તેથી ધર્મવાદમાં લક્ષણનો કોઈ ઉપયોગ નથી-એ સ્પષ્ટપણે સમજી શકાય છે. 298333355 3039999999€