Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ એ ઉપાલંભ યોગ્ય નથી. કારણ કે પ્રમાણથી અર્થવ્યવસ્થાપનામાં અને વ્યવહારની વ્યવસ્થાપનામાં લક્ષણનું કોઈ પ્રયોજન નથી-આ પ્રમાણે અમારું કહેવું છે. સર્વથા પ્રમાણલક્ષણાદિનું કોઈ જ પ્રયોજન નથી આ પ્રમાણે કહેવાનું તાત્પર્ય નથી. કારણ કે સમાન જાતીય(વિસંવાદી જ્ઞાનાદિ સ્વરૂપ પ્રમાણાભાસાદિ) અને અસમાનજાતીય(ઘટપટાદિ)નો વ્યવચ્છેદ કરવા માટે લક્ષણ છે-એવી વ્યવસ્થા તે તે ગ્રંથમાં જણાવી છે. વિસંવાદ્રિ જ્ઞાનું પ્રમાણ... ઈત્યાદિ પ્રમાણના લક્ષણથી વિસંવાદિ જ્ઞાનમાં અને ઘટપટાદિમાં પ્રામાણ્યનો વ્યવચ્છેદ થાય છે, જે લક્ષણનું પ્રયોજન છે. આથી લક્ષણનું કોઈ જ પ્રયોજન નથી એમ કહેવાનું અહીં તાત્પર્ય નથી... ઈત્યાદિ સમજી શકાય “સમાન જાતીય અને અસમાનજાતીયનો વ્યવચ્છેદ કરનાર લક્ષણનું લક્ષણ પછી એનું લક્ષણ ઈત્યાદિ ક્રમે અનવસ્થા દોષનો પ્રસંગ તો અહીં પણ છે જ.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે સામાન્યથી જેને તે તે પદાર્થોનું જ્ઞાન છે; તેને તે શાસ્ત્રથી અધિકૃત પદાર્થની વિશેષ પ્રતીતિ(જ્ઞાન) થઈ ગયા પછી જિજ્ઞાસા શાંત થતી હોવાથી અનવસ્થાદોષનો પ્રસંગ રહેતો નથી. વૈદ્યકશાસ્ત્ર અને શબ્દશાસ્ત્રથી રોગાદિ લક્ષણો વગેરેનું અને યથાર્થશબ્દપ્રયોગાદિનું જ્ઞાન થયે છતે જેમ જિજ્ઞાસા શાંત થવાથી અનવસ્થાદોષનો પ્રસંગ આવતો નથી તેમ અહીં પણ અનવસ્થાનો અભાવ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ 38888888888888888

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74