Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ જ્ઞાન અવિસંવાદી(ચોક્કસપણે ફળને પ્રાપ્ત કરાવનારું) હોય છે. વિસંવાદી જ્ઞાન વ્યભિચારી હોય છે. તેને લઈને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવાથી ફળની પ્રાપ્તિ થતી ન હોવાથી જ્ઞાનની વિસંવાદિતાનો(વ્યભિચાર-અતિવ્યાપ્તિનો) પરિહાર કરવાનું જરૂરી છે. આવી જ રીતે વસ્તુના યથાર્થ જ્ઞાન માટે તેનું લક્ષણ ઉપયોગી બને છે. એ લક્ષણ જો અવ્યામિદોષથી(લક્ષ્યભૂત એક દેશમાં નહિ રહેવા સ્વરૂપ દોષથી) યુક્ત હોય તો તે વસ્તુના યથાર્થજ્ઞાનને કરાવનારું નહિ બને. (દા.ત. ધેતરૂપાદિના કારણે ગાયસામાન્યનું યથાર્થ જ્ઞાન નહિ થાય.) તે તે શબ્દપ્રયોગાદિ સ્વરૂપ સમગ્રવ્યવહારનું પ્રયોજક લક્ષણ હોય છે. એમાં અવ્યામિ વગેરે દોષોનો પરિહાર કરવાનું આવશ્યક છે. અન્યથા પ્રામાણિક વ્યવહાર નહિ થાય. આથી સમજી શકાશે કે અર્થવ્યવસ્થાપક જ્ઞાન અને વ્યવહારપ્રયોજક લક્ષણમાં અવ્યામિ અને અતિવ્યામિ વગેરેનો પરિહાર કરવાનું આવશ્યક છે. આ રીતે લક્ષણનો ઉપયોગ કરાય છે અને લક્ષણનો ઉપયોગ નથી-એમ કહેવાય છે, જે “ નિમિ ૨ વિવામિ ” આ ન્યાયને ઉચિત છે. આ વિષયમાં એમ કહેવામાં આવે કે અર્થવ્યવસ્થાપક જ્ઞાનમાં અને સર્વ શબ્દપ્રયોગાદિસ્વરૂપ વ્યવહારપ્રયોજક લક્ષણમાં ઉપર જણાવ્યા મુજબ અવ્યામિ વગેરે દોષોનો પરિહાર પણ નિસર્ગથી જ થતો હોય છે. લક્ષણાદિના સ્વરૂપનું જ્ઞાન ક્ય વિના એ પ્રસિદ્ધ છે. આ રજત છે.'-એમ સમજીને તેને ગ્રહણ કરવા માટે પ્રવૃત્તિ કર્યા પછી જ્યારે તે પ્રાપ્ત ન થાય ત્યારે તે 35555555555555555

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74