Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ વિસ્મરણીય નથી. આ વિષયમાં અહીં શ્રી ઉદયનાચાર્ય (ન્યાયકુસુમાંજલિ” ઈત્યાદિ ન્યાયગ્રંથોના રચયિતા) ઉપાલંભ આપતાં જણાવ્યું છે કે-જેઓ પ્રમાણને જ સર્વ વસ્તુની વ્યવસ્થાને કરનારું માને છે અને પ્રમાણના લક્ષણને સર્વ અર્થનું વ્યવસ્થાપક માનતા નથી, કારણ કે અર્થની વ્યવસ્થા માટે પ્રમાણલક્ષણની અપેક્ષા રાખીએ તો પૂર્વે (શ્લોક નં. ૧૧માં) જણાવ્યા મુજબ અનવસ્થા આવે છે; તેઓ માટે “ નિધિ વિવામિ ર’–અર્વાદ હું (મદિરાદિને) નિંદું અને પીઉં છું-આ ન્યાય પ્રાપ્ત થાય છે. કારણ કે અર્થના વ્યવસ્થાપક પ્રમાણભૂત જ્ઞાનને કે લક્ષણને સ્વીકારતી વખતે અવ્યામિ કે અતિવ્યામિ વગેરે દોષનો તેઓ પરિહાર કરે છે. નિર્દોષ એવા જ પ્રમાણને અને લક્ષણને અર્થવ્યવસ્થાપક તરીકે માને છે. તાદશ અવ્યામિ વગેરે દોષથી જે શૂન્ય છે તેને જ તો લક્ષણ કહેવાય છે. આ રીતે, લક્ષણનો ઉપયોગ નથી.”-એમ કહીને નિંદા કરે છે અને અર્થવ્યવસ્થાપના માટે તેનો સ્વીકાર કરે છે. નિંદિતનો સ્વીકાર કરવાથી ઉપર જણાવેલો “નિતામિ ૨ વિવામિ ર’–આ ન્યાય પ્રાપ્ત થાય છે. આશય એ છે કે મિથ્યાજ્ઞાનાદિને લઈને પ્રમાણભૂત પ્રવૃત્તિ કોઈ કરતું નથી. મિથ્યાજ્ઞાનથી જન્ય જે પ્રવૃત્તિ છે; તે ફળને પ્રાપ્ત કરાવનારી બનતી નથી. પ્રવૃત્તિજન્ય ફળને પ્રાપ્ત કરવા પ્રમાણભૂત પ્રવૃત્તિ કરવી જોઈએ, જે પ્રમાણભૂત જ્ઞાનથી એટલે કે ફળની પ્રત્યે અવ્યભિચારી એવા જ જ્ઞાનથી શક્ય બને છે. તે 358338338438888888€

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74