Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ કે પ્રમાણના નિશ્ચય વિના જો પ્રમાણલક્ષણનો વિનિશ્ચય થાય છે તો પ્રમાણલક્ષણના વિનિશ્ચય વિના પણ વિષય(ધર્મસાધનાદિ)નો વિનિશ્ચય થઈ જ જશે. તેથી પ્રમાણનો નિર્ણય કર્યા વિના પ્રમાણના લક્ષણનું નિર્વચન કરવું : તે બુદ્ધિનું આંધળાપણું છે. આ રીતે અષ્ટપ્રકરણમાં ‘પ્રમાણલક્ષણાદિનો ઉપયોગ નથી'-આ વાતનું સમર્થન કરાયું છે. આ વાતની જ દઢતાનું સમ્પાદન કરવા શ્લોકમાં ‘યત:’ આ પદનું ઉપાદાન છે. તેનો અર્થ એ છે કે ઉપર જણાવ્યા મુજબ ધર્મસાધનભૂત અહિંસાદિની વિચારણા માટે પ્રમાણલક્ષણાદિનો કોઈ ઉપયોગ ન હોવાથી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ પણ આ પ્રમાણે કહ્યું છે. (જે આગળના શ્લોકથી જણાવાય છે.). ॥૮-૧૧૫ оооооооо શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ જે જણાવ્યું છે તે જણાવાય જે છે प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥८- १२॥ જ ‘‘પ્રત્યક્ષ વગેરે પ્રમાણો પ્રસિદ્ધ છે. તેમ જ પ્રમાણાદિથી કરાતો સ્નાન-પાનાદિ વ્યવહાર(પ્રવૃત્તિ) પણ પ્રસિદ્ધ છે. પ્રમાણલક્ષણના નિર્વચનનું કોઈ પ્રયોજન જણાતું નથી.’-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણો જગતમાં પ્રસિદ્ધ છે. તે સ્વત: ૩૨૩ E

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74