________________
છે. પ્રમાણલક્ષણ અને પ્રમેયલક્ષણોની વિચારણા કરવાનું અહીં આવશ્યક નથી.
તાત્પર્ય એ છે કે-પ્રમાણના લક્ષણ વડે નિશ્ચિત જ પ્રમાણ અર્થગ્રાહક બને તો ચોક્કસ જ પ્રમાણના લક્ષણનો અહીં ઉપયોગ રહે; પરંતુ તે યુક્ત નથી. કારણ કે પ્રમાણનો નિશ્ચય કરાવનારું તે જે પ્રમાણલક્ષણ છે; તે પ્રમાણનું લક્ષણ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે-આ બે વિકલ્પ છે. એમાં એ પ્રમાણનું લક્ષણ નિશ્ચિત છેએ પ્રથમ વિકલ્પ માની લેવામાં આવે તો એમાં પણ બે વિકલ્પ છે. પ્રમાણનું લક્ષણ અધિકૃતપ્રમાણથી નિશ્ચિત છે કે પછી પ્રમાણાંતરથી નિશ્ચિત છે ? પ્રમાણનું લક્ષણ અધિકૃત(લક્ષ્યભૂત તે જ)પ્રમાણથી નિશ્ચિત છે : એમ કહેવામાં આવે તો ‘ઈતરેતરાશ્રય’ દોષ આવે છે. કારણ કે પ્રમાણના લક્ષણથી પ્રમાણનો નિશ્ચય અને પ્રમાણનિશ્ચયથી પ્રમાણના લક્ષણનો નિશ્ચયઆ રીતે એકબીજાના નિશ્ચયથી એકબીજાનો નિશ્ચય કરવામાં ઈતરેતરાય દોષ આવે છે. તેના પરિહાર માટે એમ કહેવામાં આવે કે ‘પ્રમાણના લક્ષણનો નિશ્ચય; તે પ્રમાણથી બીજા પ્રમાણ વડે થાય છે.' તો અનવસ્થાદોષનો પ્રસંગ આવશે. કારણ કે પ્રમાણલક્ષણના નિશ્ચાયક પ્રમાણના નિય માટે પ્રમાણાંતરની અપેક્ષાનો અંત નહીં આવે. પૂર્વ પૂર્વ પ્રમાણના નિશ્ચય માટે ઉત્તરોત્તર પ્રમાણની અપેક્ષા અવિરતપણે ચાલ્યા કરશે, તેનો વિરામ નહિ થાય.
એ અનવસ્થાનો પરિહાર કરવા માટે એમ જણાવવામાં ૨૧ EEEEEEEEE