________________
આવે કે પ્રમાણના નિશ્ચય માટે પ્રમાણના લક્ષણનો ઉપયોગ છે. પરંતુ પ્રમાણના લક્ષણના નિશ્ચય માટે પ્રમાણાતરની અપેક્ષા નથી. અર્થાત્ પ્રમાણાંતરથી અનિશ્ચિત લક્ષણ(પ્રમાણલક્ષણ) જ પ્રમાણનો નિશ્ચય કરાવે છે. તેથી સ્વતઃ નિશ્ચિત પ્રમાણના લક્ષણના નિશ્ચય માટે પ્રમાણાંતરની અપેક્ષા ન હોવાથી અનવસ્થાનો પ્રસંગ આવતો નથી. પરંતુ આ પ્રમાણે કહેવાનું બરાબર નથી : તે જણાવતાં લોકના છેલ્લા પાદમાં જણાવ્યું છે કે-અનિશ્ચિત(પ્રમાણાતરથી અનિશ્ચિત) એવા લક્ષણથી જો પ્રમાણની સિદ્ધિ થતી હોય તો પ્રમાણથી અન્ય(લક્ષણાદિ) દ્વારા અનિધિત પ્રમાણથી ધર્મસાધનભૂત અહિંસાદિ સ્વરૂપ અર્થની સિદ્ધિ થઈ શકે છે. તેથી પ્રમાણલક્ષણાદિનો કોઈ ઉપયોગ નથી.
ઉપર જણાવેલી વાત અંગે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી અટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે પ્રમાણનું લક્ષણ પ્રમાણથી નિશ્ચિત કરીને જણાવાય છે કે નિશ્ચિત ર્યા વિના જણાવાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રથમ પક્ષનો સ્વીકાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ઈતરેતરાશય અથવા અનવસ્થા દોષનો પ્રસંગ આવશે. અને બીજા પક્ષનો સ્વીકાર કરવામાં આવે તો જે પોતે જ લક્ષણથી લક્ષિત વિનિશ્ચિત) નથી એવા પ્રમાણથી પ્રમાણના લક્ષણનો વિનિશ્ચય ન્યાયસદ્ગત (યુક્તિયુક્ત) કઈ રીતે બને ? આમ છતાં પ્રમાણના લક્ષણનો તેવા(અલક્ષિત) પ્રમાણથી વિનિશ્ચય થતો હોય તો પ્રમાણના લક્ષણના વચનનું શું પ્રયોજન છે ? (અર્થાત કોઈ નથી.) કારણ
EEEEEEEEEEEEEE