________________
સમાધાન કરવા જણાવાય છે - प्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कश्चन । तन्निश्चयेऽनवस्थानादन्यथार्थस्थितेर्यतः ॥८-११॥
“ધર્મસાધનના વિષયમાં પ્રમાણલક્ષણાદિનો કોઈ ઉપયોગ નથી. કારણ કે પ્રમાણના લક્ષણનો પ્રમાણાતરથી નિશ્ચય કરવામાં અનવસ્થા આવે છે. અને પ્રમાણના લક્ષણનો નિશ્ચય કર્યા વિના તે ધર્મસાધનનો નિર્ણય કરે છે એમ માનવામાં આવે તો પ્રમાણના લક્ષણાદિના નિર્ણય વિના પણ ધર્મસાધનના વિષયની સિદ્ધિ થઈ શકે છે. ઉભય રીતે ધર્મસાધનના વિષયમાં પ્રમાણલક્ષણાદિનો કોઈ ઉપયોગ નથી.'-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે-“ધર્મસાધનભૂત અહિંસાદિની તે તે દર્શનને અનુસરી વિચારણા માટે તે તે દર્શનમાં જણાવેલા પ્રમાણલક્ષણાદિનો વિચાર કરવો જોઈએ. અન્યથા એ વિચારણા પ્રામાણિક નહીં મનાય”-આ પ્રમાણેની શક્કાકારની વાતના સમાધાનમાં જણાવ્યું છે કે પ્રમાણલક્ષણાદિની વિચારણાનો કોઈ ઉપયોગ અહીં નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ વગેરે પ્રમાણ છે. તેનું લક્ષણ “સ્વપરવ્યવસાયિ જ્ઞાન’ સ્વરૂપ છે. પોતાને અને સ્વભિન્નપરને જણાવવાના સ્વભાવવાળા જ્ઞાનને પ્રમાણ કહેવાય છે.
સ્વપ૨વ્યવસાયિજ્ઞાનત્વિ... વગેરે પ્રમાણનાં લક્ષણો છે. જ્ઞાનના વિષયને પ્રમેય કહેવાય છે, જે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સ્વરૂપ છે. તેના પણ ગુણવત્ દ્રવ્યમ્. ઈત્યાદિ અનેકાનેક લક્ષણો 3335555555555555