________________
છે. પરંતુ તે તે દર્શનમાં વર્ણવેલા અહિંસા વગેરે તે તે દર્શનમાં સફ્ળત છે કે નહિ તે વિચારવું જોઈએ. તે વિચારણાથી ચોક્કસ ખ્યાલ આવશે કે તે અહિંસાદિ કયા દર્શનમાં સત છે અને કયા દર્શનમાં સત નથી. અને તેથી જે દર્શનમાં તે સફ્ળત નહિ હોય તે દર્શન મોક્ષપ્રાપક નથી : તેનો પણ ચોક્કસ ખ્યાલ આવશે.
તે તે દર્શનમાં અહિંસાદિ ઘટે છે કે નહિ તેની વિચારણા; ધર્મની વિચારણા કરવામાં જેઓ નિષ્ણાત છે તેવા નિપુણોએ કરવી જોઈએ. એવા નિપુણ જેઓ નથી તેમને તેવી વિચારણા કરવાનો અધિકાર નથી. અયોગ્ય કે અજ્ઞાનીને આમ પણ કોઈ કામનો અધિકાર તો નથી જ. ધર્મની વિચારણામાં તો કોઈ પણ રીતે તેમને તેવો અધિકાર અપાયો નથી. નિપુણોએ મુખ્યપણે એટલે કે કોઈ પણ પ્રકારના ઉપચાર વિના અહિંસાદિ ક્યા દર્શનમાં સફ્ળત થાય છે અને કયા દર્શનમાં સફ્ળત થતા નથી; તે વિચારવું જોઈએ. બીજું વિચારવું ના જોઈએ. કારણ કે બીજી વિચારણામાં ‘ધર્મવાદ'નો સંભવ નથી. અહીં તો ધર્મવાદને અનુલક્ષીને વિચારવાનું છે.
નિપુણ આત્માઓએ તે વિચારણા પણ અવ્યગ્ર મનથી કરવાની છે. પોતે જે દર્શનમાં જણાવેલી અહિંસા... વગેરેની વિચારણા કરવા ધારે છે; તે દર્શનના જ શાસ્ત્રની નીતિ(મર્યાદા)ના પ્રણિધાનપૂર્વક જ તે વિચારણા કરવી જોઈએ. એને જ મનની વ્યગ્રતાનો અભાવ(અવ્યગ્રતા) કહેવાય છે. એક શાસ્ત્રમાં જણાવ્યા
E EEEEEEE
33X3XXE