Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ (સ્વભાવથી) જ રૂઢ થયેલાં છે. પ્રમાણનું લક્ષણ કરનારા શાસ્ત્રકારશ્રીનાં વચનોથી પ્રત્યક્ષાદિ પ્રમાણો સિદ્ધ કરાયેલાં નથી. તેમ જ સ્નાન, પાન, દહન(સળગાવવું) રાંધવું વગેરે ક્રિયા સ્વરૂપ વ્યવહાર પણ સ્વયં પ્રસિદ્ધ છે. કારણ કે પ્રમાણલક્ષણને વિશે જેઓ પ્રવીણ નથી એવા ગોવાળિયા, બાળકો અને સ્ત્રીઓ વગેરે લોકો પણ તેવા પ્રકારના સ્નાન-પાન વગેરેનો વ્યવહાર સારી રીતે કરે છે. આથી સમજી શકાય છે કે પ્રમાણના લક્ષણ વિના જ પ્રત્યક્ષાદિ પ્રમાણો અને તેનાથી થતા સ્નાન-પાન, દહન કે પચન વગેરે સ્વરૂપ વ્યવહાર પ્રસિદ્ધ છે. તેથી પ્રમાણના લક્ષણ અવિસંવાદી જ્ઞાનને પ્રમાણ કહેવાય છે.'. ઈત્યાદિનું કોઈ જ પ્રયોજન દેખાતું નથી. યદ્યપિ આ રીતે પ્રમાણના લક્ષણનું કોઈ જ પ્રયોજન ન હોય તો પૂ. આચાર્યભગવંતે આ શ્લોકમાં જ્ઞાતિ ન’ ના સ્થાને ('જણાતું નથી’ના બદલે) વર્તતે ન (અર્થાત્ પ્રયોજન નથી)આ પ્રમાણે કહેવું જોઈએ, પરંતુ તે પ્રમાણે (વર્તતે ) કહેવાથી અત્યંત પરુષ-કઠોર વચનનો પ્રયોગ થાય છે. તેથી તેવો પ્રયોગ ર્યા વિના જ્ઞાયતે ન યોનીમ્'-આવો પ્રયોગ કર્યો છે. જેથી અત્યંત કઠોરતાનો પરિહાર થાય છે. અયોગ્ય વસ્તુનું નિરાકરણ કરતી વખતે પણ વચનની અત્યંત પરુષતા થાય નહિ : એનો ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ. પ્રતિકાર કરવાનો હોવાથી થોડી પરુષતા તો રહેવાની જ. પરંતુ તેની માત્રા વધવી ના જોઈએતે આ શ્લોક્યી સારી રીતે જણાવ્યું છે, જે કોઈ પણ રીતે 38888888888888888€

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74