________________
‘ધર્મવાદ’ કરતી વખતે દેશકાલાદિનો વિચાર કરવો જોઈએ :
એ વાતને સ્પષ્ટ કરવા દષ્ટાંત જણાવાય છે
-
अत्र ज्ञातं हि भगवान् यत्स नाभाव्यपर्षदि । दिदेश धर्ममुचिते देशेऽन्यत्र दिदेश च ॥८- ७॥
ધર્મવાદમાં દેશાદિની અપેક્ષા રાખવી જોઈએ : એ વાતમાં મગવાન શ્રી વર્ધમાનસ્વામી દષ્ટાંતરૂપ છે. અયોગ્ય પર્ષદામાં શ્રી હાવીરપરમાત્માએ ધર્મદેશના ન આપી. બીજે યોગ્ય પર્ષદામાં તેઓશ્રીએ ધર્મદેશના આપી. આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય પ્રતીત છે. શ્રી મહાવીરપરમાત્માને કેવલજ્ઞાનની પ્રાપ્ત થયે છતે પ્રથમ સમવસરણમાં પ્રતિબોધ પામી શકે એવી પર્ષદા ન હોવાથી શ્રી તીર્થંકરપરમાત્માએ ક્ષણવાર જ દેશના આવી. પણ એક પ્રહરની દેશના ન આપી અને બીજે પ્રતિબોધ પામી શકે એવા મનુષ્યોથી યુક્ત પર્ષદા(સભા)માં ભગવંતે દેશના આપી. આથી સ્પષ્ટ છે કે ધર્મદેશના આપતી વખતે દેશ, કાળ અને સભા વગેરેનો વિચાર કરવાનું આવશ્યક છે. એવું જો ન હોત તો શ્રીતીર્થંકરપરમાત્માએ એવું કર્યું ન હોત. અન્યત્રની જેમ જ પ્રેમ સમવસરણમાં પણ ક્ષણવાર દેશના આપવાના બદલે એક પ્રહર દેશના આપી હોત. આથી સમજી શકાય છે કે ધર્મદેશના(ધર્મવાદ) કરતી વખતે દેશ, કાળ વગેરેનો વિચાર કરવાનું આવશ્યક છે. ૮-બા
== ૧૩ =
333X3XXX