Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ હવે ધર્મવાદનો વિષય જણાવાય છે – विषयो धर्मवादस्य धर्मसाधनलक्षणः ।। स्वतन्त्रसिद्धः प्रकृतोपयुक्तोऽसद्ग्रहव्यये ॥८-८॥ ધર્મવાદનો વિષય; સ્વતંત્ર પ્રસિદ્ધ ધર્મસાધન સ્વરૂપ છે. અસહનો વ્યય(વિગમ) થયે છતે ધર્મવાદનો વિષય મોક્ષસાધક બને છે. આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પોતપોતાના દર્શનમાં જે જે ધર્મનાં સાધન તરી પ્રસિદ્ધ છે; તે તે સ્વરૂપ, ધર્મવાદનો વિષય છે. તે તે ધર્મસાધનો યથાર્થ નિશ્ચય કરવા માટે ધર્મવાદ કરવાનો છે. એવા નિર્ણય પૂર્વે આ જ (સ્વદર્શનપ્રસિદ્ધ જ) બરાબર છે.'-આ પક્ષપાત રારો નથી કહેવાતો. એવા અશોભન પક્ષપાત સ્વરૂપ અસડનો વ્યય-વિગમ થયે છતે વાસ્તવિકતાત્વિક પક્ષપાત થાય છે. તેથી ધર્મવાદના વિષયભૂત ધર્મસાધનો મોક્ષના સાધક બને છે. શરણ કે ધર્મવાદથી જ અસગ્રહની નિવૃત્તિ થવાથી જીવ માર્યાભિમુખ બને છે. પરિણામે મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. ધર્મવાદની વિશેષતા છે કે તે અસદ્ગહની નિવૃત્તિ કરાવે છે. અજ્ઞાનાદિના કારણે પોતાના દર્શનને જ સારું માનવાને વૃત્તિ બીજા દર્શનની વાત સાંભળવા પણ પ્રવૃત્ત થવા દેતી ન હતી. ધર્મવાદના કારણે બીજા દર્શનની વાત સારી રીતે સાંભળવાદિમાં આત્મા તત્પર બને છે, જેથી જીવની માર્ગ તરફ દષ્ટિ પ્રવર્તે છે. અનુક્રમે માર્ગની સમ્પ્રાપ્તિ થવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય 353353535 W355555555

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74