________________
હવે ધર્મવાદનો વિષય જણાવાય છે – विषयो धर्मवादस्य धर्मसाधनलक्षणः ।। स्वतन्त्रसिद्धः प्रकृतोपयुक्तोऽसद्ग्रहव्यये ॥८-८॥
ધર્મવાદનો વિષય; સ્વતંત્ર પ્રસિદ્ધ ધર્મસાધન સ્વરૂપ છે. અસહનો વ્યય(વિગમ) થયે છતે ધર્મવાદનો વિષય મોક્ષસાધક બને છે. આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પોતપોતાના દર્શનમાં જે જે ધર્મનાં સાધન તરી પ્રસિદ્ધ છે; તે તે સ્વરૂપ, ધર્મવાદનો વિષય છે. તે તે ધર્મસાધનો યથાર્થ નિશ્ચય કરવા માટે ધર્મવાદ કરવાનો છે. એવા નિર્ણય પૂર્વે આ જ (સ્વદર્શનપ્રસિદ્ધ જ) બરાબર છે.'-આ પક્ષપાત રારો નથી કહેવાતો. એવા અશોભન પક્ષપાત સ્વરૂપ અસડનો વ્યય-વિગમ થયે છતે વાસ્તવિકતાત્વિક પક્ષપાત થાય છે. તેથી ધર્મવાદના વિષયભૂત ધર્મસાધનો મોક્ષના સાધક બને છે. શરણ કે ધર્મવાદથી જ અસગ્રહની નિવૃત્તિ થવાથી જીવ માર્યાભિમુખ બને છે. પરિણામે મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે.
ધર્મવાદની વિશેષતા છે કે તે અસદ્ગહની નિવૃત્તિ કરાવે છે. અજ્ઞાનાદિના કારણે પોતાના દર્શનને જ સારું માનવાને વૃત્તિ બીજા દર્શનની વાત સાંભળવા પણ પ્રવૃત્ત થવા દેતી ન હતી. ધર્મવાદના કારણે બીજા દર્શનની વાત સારી રીતે સાંભળવાદિમાં આત્મા તત્પર બને છે, જેથી જીવની માર્ગ તરફ દષ્ટિ પ્રવર્તે છે. અનુક્રમે માર્ગની સમ્પ્રાપ્તિ થવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય
353353535 W355555555