________________
છે. આ રીતે ધર્મવાદ પ્રકૃત-મોક્ષોપયોગી બને છે. I૮-૮
ધર્મવાદના વિષયભૂત ધર્મસાધનોને વર્ણવાય છે - यथाऽहिंसादयः पञ्च व्रतधर्मयमादिभिः । पदैः कुशलधर्माद्यैः कथ्यन्ते स्वस्वदर्शने ॥८-९॥
“અહિંસા, સત્ય વગેરે પાંચ ધર્મસાધનોને પોતપોતાના દર્શનમાં વ્રત, ધર્મ, યમ અને કુશલધર્મ... વગેરે પદો દ્વારા તે તે દાર્શનિકોએ જણાવ્યાં છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : આ પાંચ ધર્મનાં સાધન છે. દરેક દર્શનકારોને અભિમત એ પાંચેયનું સ્વરૂપ વ્રત, ધર્મ વગેરે પદો દ્વારા તે તે દર્શનકારોએ પોતપોતાના દર્શનમાં વર્ણવ્યું છે. “અહિંસાદિ પાંચ મહાવ્રતો છે.' એમ કહીને મહાવ્રતો સ્વરૂપે જૈનોએ તેનું વર્ણન કર્યું છે.
અહિંસાદિ પાંચને ભાગવતોએ વ્રત તરીકે વર્ણવ્યાં છે. તેઓ કહે છે કે પાંચ વ્રતો છે અને પાંચ ઉપવ્રતો છે. અહિંસા, સત્ય વગેરે પાંચ યમને વ્રત કહેવાય છે અને શૌચ, સંતોષ, તપ, સઝાય(સ્વાધ્યાય) તથા ઈશ્વરધ્યાન - આ પાંચ નિયમોને ઉપવ્રત કહેવાય છે.
પાશુપતો ધર્મસાધનભૂત અહિંસાદિ પાંચને ધર્મ તરીકે વર્ણવે છે. કારણ કે તેઓએ દશ ધર્મો જણાવ્યા છે. અહિંસા, 388888888888888888