________________
વગેરેનો સારી રીતે વિચાર કરે છે; જેથી તેને સમજાય છે કે મેં અતત્ત્વમાં તત્ત્વનો અધ્યવસાય કર્યો એટલે પરાજય પામવાનો મારે પ્રસંગ આવ્યો પરંતુ તે અધ્યવસાય બરાબર નથી. આ પ્રમાણે જાણવાથી વાદ કરનાર પૂ. સાધુમહાત્માને પ્રકટ એવો મોહનાશ પ્રાપ્ત થાય છે. અતત્ત્વને તત્ત્વ માનવા સ્વરૂપ મોહના નાશથી વાદીને પરાજય પામવા છતાં મોટો લાભ થાય છે. યોગ્ય આત્માની સાથે વાત કરવાથી ઉપર જણાવ્યા મુજબ બંન્ને રીતે લાભ થાય છે. વાદી અને પ્રતિવાદીને લાભનું કારણ ‘ધર્મવાદ’ બને છે. આથી સમજી શકાશે કે ધર્મની પ્રાપ્તિ માટે આત્માની યોગ્યતા : એ મુખ્ય કારણ છે. સ્વપરના કલ્યાણને કરનારી એ યોગ્યતાની કોઈ પણ રીતે ઉપેક્ષા નહિ કરવી જોઈએ. ॥૮-૫
܀
‘ધર્મવાદ’ની પ્રધાનતાને વર્ણવીને તે જ કરવાયોગ્ય છે-તે જણાવાય છે –
अयमेव विधेयस्तत्तत्त्वज्ञेन तपस्विना । देशाद्यपेक्षयान्योऽपि विज्ञाय गुरुलाघवम् ॥८-६॥
“ધર્મવાદ ઉભયને હિતકર હોવાથી દેશાદિની અપેક્ષાએ તપસ્વીએ એ જ કરવો જોઈએ. તેમ જ દોષ અને ગુણની અલ્પાધિકતાનો વિચાર કરી બીજો પણ વાદ કરવો.’’આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે ઉપર જણાવ્યા મુજબ વાદી-પ્રતિવાદીને વિજય કે પરાજય : બંન્ને
EEEEEEEEEEEEEEE