________________
સમજાય તોપણ અસંગત વાતો કરે નહીં. પોતાને સમજાય નહિ; તેથી તેઓ સામા માણસની વાત ન પણ માને પરંતુ પોતે પાપભીરુ હોવાથી જેમ-તેમ બોલતા નથી. આથી જ વાત કરવા માટે સ્વશાસ્ત્રના જ્ઞાતા, મધ્યસ્થ એવા પાપભીરુ આત્માઓ જ યોગ્ય છે. આવા સુયોગ્ય આત્માઓની સાથે તત્ત્વના નિર્ણય માટે વાત કરવી જોઈએ. પોતાની વિદ્વત્તા વગેરે પ્રદર્શિત કરવાનો આશય ન હોવો જોઈએ. અન્યથા એવા સુયોગ્ય આત્માઓની સાથેની પણ વાતચીત ધર્મવાદ સ્વરૂપ નહીં બને. ઉપર જણાવ્યા મુજબ સ્વશાસ્ત્રના જ્ઞાતા, મધ્યસ્થ અને પાપભીરુ આત્માઓની સાથે જે કથાપ્રબંધ-વાતચીત તત્ત્વબુદ્ધિથી થાય છે, તેમાં ધર્મની પ્રધાનતા હોવાથી તેને ધર્મવાદ' કહેવાય છે. ધર્મની પ્રાપ્તિ માટે “ધર્મવાદ એક અદ્ભુત સાધન છે. એ સાધનની પ્રાપ્તિ માટેની યોગ્યતા માટે; સ્વશાસ્ત્રનું જ્ઞાન, મધ્યસ્થતા અને પાપભીરુતાની અપેક્ષા છે. વાત કરવા માટેની એ યોગ્યતા ન હોય તો વાદીપ્રતિવાદી : બંન્ને માટે તે વાદ ધર્મની પ્રાપ્તિનું કારણ નહીં બને. ધર્મવાદ ધર્મ માટે છે. ૧૮-જા
કઝ “ધર્મવાદ'ની ધર્મપ્રધાનતાને જણાવવા વાદી-પ્રતિવાદીને આશ્રયીને ધર્મવાદના ફળનું નિરૂપણ કરાય છે – वादिनो धर्मबोधादि विजयेऽस्य महत्फलम् । आत्मनो मोहनाशश्च प्रकटस्तत्पराजये ॥८-५॥ 388888888888888888