________________
સત્ય વસ્તુ પણ છળ અને જાતિના કારણે સત્યસ્વરૂપે તેને સિદ્ધ કરવાનું ઘણું જ કપરું બને છે. આમ છતાં વાદી; ખૂબ જ સમર્થ હોય અને અપ્રમત્તપણે વાત કરી છળ અને જાતિનો પરિહાર કરી કદાચ વિજય પ્રાપ્ત પણ કરે તો પ્રતિવાદીને લાભાદિને પ્રાપ્ત કરવામાં વિદ્ધ કરનારા બનવાનો પ્રસંગ આવે. કારણ કે પ્રતિવાદીનો જય ન થાય અને આપણો(વાદીનો) જય થાય તો પ્રતિવાદીને તેનો પરાભવ થવાથી ધનાદિનો લાભ કે ખ્યાતિ વગેરે પ્રાપ્ત નહીં થાય. એમાં નિમિત્ત; વાદીનો વિજય બને છે. પરાભવ પામેલાને લાભ અને ખ્યાતિ વગેરેનો વ્યાઘાત ચોક્કસ છે કે તે સમજી શકાય છે. આ રીતે લાભાદિના અર્થને તેની પ્રાપ્તિમાં વિજ્ઞસ્વરૂપ બનવાનું તપસ્વીઓ(પૂ. સાધુભગવંતો) માટે ઉચિત નથી. તપસ્વીજનોએ આરંભેલી પરલોક(મોક્ષ)ની સાધનાને તેનાથી બાધા પહોંચે છે. આથી સમજી શકાશે કે વિવાદના સ્થળે વિજય પ્રાપ્ત થાય કે ન પણ થાય તો પણ બન્ને રીતે વાદી માટે દોષનું જ કારણ પ્રાપ્ત થાય છે. માટે વિવાદથી પણ બુદ્ધિમાને દૂર રહેવું જોઈએ. ૮-all.
g
હવે ધર્મવાદનું નિરૂપણ કરાય છે – ज्ञातशास्त्रतत्त्वेन मध्यस्थेनाघभीरुणा । कथाबन्धस्तत्त्वधिया धर्मवादः प्रकीर्तितः ॥८-४॥
પોતે સ્વીકારેલા શાસ્ત્રના તત્વના જાણકાર; મધ્યસ્થ 555555555038885555€