Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ “ધર્મવાદમાં વાદીનો વિજય થાય તો તે પ્રતિવાદીને ધર્મબોધ વગેરે ફળની પ્રાપ્તિ થાય છે અને પ્રતિવાદી દ્વારા જો વાદીનો પરાજય થાય તો પોતાના(વાદીના) મોહનો નાશ થાય છે-એ સ્પષ્ટ છે.’-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે જૈનદર્શનના ત્રિકાલાબાધિત સિદ્ધાંતના સુપ્રતિપાદનથી વાદીને ધર્મવાદમાં વિજય પ્રાપ્ત કરવાનું ખૂબ જ સરળ બને છે. કારણ કે સામે પ્રતિવાદી પણ પૂર્વે જણાવ્યા મુજબ સ્વશાસ્ત્રનો જ્ઞાતા, મધ્યસ્થ અને પાપનો ભીરુ છે તેમ જ તત્ત્વનો અર્થી છે. સત્યનું સારી રીતે કરાયેલું પ્રતિપાદન અને તે પણ સુયોગ્યની પ્રત્યે; તેથી વાદીનો વિજય ખૂબ જ સરળતાથી થાય. પરિણામે પ્રતિવાદીને ધર્મનો બોધ થાય છે. પ્રતિવાદી મધ્યસ્થ અને તત્ત્વનો અર્થી હોવાથી તેને વાદી પ્રત્યે દ્વેષ થતો નથી. ‘પોતાનું દર્શન બરાબર નથી.’-એનું જ્ઞાન થવાથી તેને સ્વદર્શન પ્રત્યે પક્ષપાત રહેતો નથી અને વાદીના(જૈનના) દર્શનની યથાર્થતાની પ્રતીતિ થવાથી તે દર્શનના તે અવર્ણવાદ કરતો નથી. આ રીતે ધર્મવાદમાં વાદીને વિજય પ્રાપ્ત થયે છતે ધર્મબોધ વગેરે સ્વરૂપ ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. કોઈ વાર વાદીનો પોતાની પ્રતિભા વગેરે કારણે પ્રતિવાદી દ્વારા પરાજય થાય તોપણ પ્રતિવાદી ઉપર જણાવ્યા મુજબ સુયોગ્ય હોવાથી અહંકારાદિ કરતો નથી. તેમ જ વાદી પ્રત્યે તિરસ્કારાદિનો પણ ભાવ ધારણ કરતો નથી. આવી સ્થિતિમાં વાદી પોતાનો પરાજય કેમ થયો ? પોતે કઈ ભૂલ કરી ?... DEE ૧૦ BEEEEEEE

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74