________________
શ્રી ઋષભદેવપ્રભુનું ચરિત્ર
[ ૩૭ ] લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, બળવાનને હરાવનાર થાય છે. અખલિત ભેગે પણ ભોગવનારે થાય છે, ભવ-જન્મ-મરણનો ઉચ્છેદ કરી સિદ્ધિના સુખની પ્રાપ્તિ થાય છે. એક વખત આપેલા સુપાત્રના દાનના પ્રભાવથી તેવું ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકાય છે કે પાષાણ પણ ચિંતામણિ રત્ન બની જાય છે, દાનના પ્રભાવથી આ લેક અને પરલોકના કાર્યની સહેલાઈથી સિદ્ધિ થાય છે; જ્યારે ચિંતામણિ તો પરલોકનું કંઈ સાધી આપી શકતો નથી. મણિ, રત્ન, સુવર્ણ પાંચવર્ષના પુષ્પના ઢગલા મેઘ માફક વરસવા લાગ્યા. આકાશમાં દુંદુભી વાગવા લાગી અને “સુપાત્ર-દાન જય પામો.” એવી ઉલ્લેષણ દેવ કરવા લાગ્યા. દેવોએ પંચદિવ્ય કુમારના ઘરે કુશલ મહાનિધિ માફક પ્રગટાવ્યાં. યુવરાજ, રાજા અને નગરના લોકો વિવિધ પ્રકારે વધામણાં કરવા લાગ્યા. નવીન રંગબેરંગી સુંદર વસ્ત્રો પહેરીને તરુણીઓ અક્ષતપાત્ર સહિત નગરમાં પ્રવેશ કરતી હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમને કેસર-કુંકુમના થાપા તથા કંઈક ગમ્મત કરતાં ફળ અને પાન-બીડા આપતા હતા. અતિ મનોહર સુંદર અવાજવાળા વાજિંત્રો - વાગતાં હતાં, ખુબસુરત મનોહર નગરનારીઓ નૃત્ય કરતી હતી, સેંકડો બિરુદાવલી 'બોલનાર લેકે વિજયાવલી પ્રગટ કરતા હતા, ચોગિણીઓને સમૂહ જયજયકાર કરતે હતે. પગમાં ઝાંઝર પહેરી લીલાપૂર્વક ચાલતી સુંદરીઓ પણ કુમારના યથાર્થ ચરિત્રને ગાતી હતી. ભાલતટમાં ચંદનનાં તિલક અને વેલ કરીને મનહર નૃત્ય કરતી હતી. નવીન પાંદડાથી તયાર કરેલાં તેણે લોકો ગજપુરના દરેક ઘરે અને દ્વારે બાંધતા હતા. લોકો એક-બીજાને દાન આપતા હતા, માર્ગો શણગારતા હતા, દેવજા-પતાકાઓ તે ક્ષણે લહેરાતી હતી.
ભગવંત તે પ્રથમ પારણું કરી પુર, નગ૨, દેશ વગેરેમાં જયાં જ્યાં વિહાર કરતા હતા, ત્યાં ત્યાં નગરાદિકનાં દુઃખ દુરિત દૂર થતાં હતાં. જેને ઘણે પ્રમાદ થયો છે, તે - શ્રેયાંસકુમાર આવ્યા, એટલે સર્વલોક પૂછવા લાગ્યા કે, “સુકૃત કરનાર કુમાર ! આ ભગવંતનું પારણું કરાવવાનું વિધાન તમે કેવી રીતે જાણું?” ત્યારે શ્રેયાંસે કહ્યું કે,
પૂર્વભવ સંબંધી જાતિસ્મરણ જ્ઞાન થયું. એ સર્વ હકીકત પ્રકાશિત કરી. તે આ પ્રમાણે-“પંડરીકિ નગરીમાં ઋષભદેવ ભગવંતને જીવ શ્રી વ્રજનાભ નામના ચક્ર. વતી રાજા હતા, સંસાર-દુઃખથી ભય પામીને જિનેશ્વરની પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે મુખ્ય આચાર્ય-ગચ્છાધિપતિ થયા. વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામ-કર્મ ઉપાર્જન કર્યું. હું તે વખતે તેમને સારથિ હોતે, એટલે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. બહણ-આસેવન બંને શિક્ષા ગ્રહણ કરી. મુનિઓને શું કહપે? અને શું ન કહપે? તે મેં જાતિસ્મરણથી જાણ્યું. હવે તમને પણ સમજાવું, કે સાધુને દાન કેવું અને કેવી રીતે આપી શકાય. ઉત્તમવંશવાળા શ્રેયાંસકુમાર પાસે લોકોએ અખંડ શિક્ષાવિધિ જાણી ને ત્યારપછી ઋષભ જિનેશ્વરના ચારિત્રગુણને ધારણ કરનાર શિષ્યને સહેલાઇથી ભિક્ષા પ્રાપ્ત થવા લાગી. એક હજાર વર્ષ છદ્મસ્થપણે વિચર્યા પછી કેવલજ્ઞાન પ્રગટ થયું અને કૃતાર્થ થયા.
"Aho Shrutgyanam