________________
New
( ૮૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ વિચક્ષણ! દરેક ક્ષણે તે વ્યાધિ તમારા રૂપને નાશ કરે છે.” ચક્રીએ પૂછ્યું કે,
તે કેવી રીતે જાણી શકાય? શું તમે વેવ છે? અથવા તે અતિસુસ્થિત નિમિત્તશાસ્ત્ર કંઈક તમારી પાસે છે? અથવા તો અવધિજ્ઞાનથી આ જાણયું છે?” આ પ્રમાણે પૂછનાર તે ચક્રી સમક્ષ કુંડલ અને મુગુટને ડોલાવનાર તે આ પ્રકટ થયા. હવે દેવે કહેવા લાગ્યા કે, “ઈન્દ્રના વચનની અગ્રતા કરતાં ઈર્ષાથી અહિ અમે આવ્યા છીએ. હે મહાયશવાળા.! તમે ખરેખર ધન્ય છે અને તે ઇન્દ્ર પણ તમારા બંદી (તુતિપાઠક) સરખા થયા. મઠથમવય પહેલાં મનુષ્યનાં રૂપ, યૌવન, તેજ સુંદર હોય છે, પરંતુ ત્યાર પછી દરેક ક્ષણે અપ અપ ઘટતું જાય છે, પરંતુ તમારા માટે આ એક આશ્ચર્ય છે કે, ક્ષણમાત્રમાં વ્યાધિ થવાના કારણે એકદમ રૂપનું પરાવર્તન થઈ ગયું. માટે હવે આ રૂપને અનુરૂપ કાર્ય કરજે”-એમ કહીને તે કેવો સ્વર્ગમાં પહોંચી ગયા. હવે ચકવતી ૫૭ પિતાના અંગની મનહરતા આગળ કસ્તાં ઘટતી સાક્ષાત્ દેખાવા લાગ્યા.
જ્યારે માત્ર આટલા ટૂંકા કાળમાં સુંદર તેજ, રૂપાદિ જે નાશ પામે છે, તે દિવસ, મહિના અને વર્ષો પછી આ શરીરનું શું થશે ? તે અમે જાણી શકતા નથી. મેં આ કાયા માટે કર્યું પાપકાર્ય નથી કર્યું? આટલું સાચવવા છતાં એની આવી દશા થઈ, તે હવે મારે મારા આત્માનું કાર્ય માણવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
ત્યારે અતિ મજબૂત કાયા હતી, ત્યારે મેં કયાં કાર્યો નથી સાદા? હવે નિબળ થયો છું, ત્યારે આત્મહિત નહિ સાધીશ તે પછી આત્મિક સુખ કેવી રીતે દેખીશ? જે આગળ સુકૃત-પુણ્ય કર્યું હતું, તે તે ભોગવીને પૂરું કર્યું. હવે નવું પુણય ઉપાર્જન કરીશ. રોગથી ઘેરાગેલો હોવા છતાં પરાકની સાધના કરીશ. હવે હું ભોગ ભોગવવામાં પણ અસમર્થ છું, બીજાને ભેગવતા દેખીને ઈર્ષ્યા-દુઃખ વહન કરીશ, હવે સુખના માટે પણ તેને ત્યાગ કરીશ.”
* આ શરીરની પ્રથમ ઉત્પત્તિ અવસ્થા વર્ષ અને રુધિરરપ અશુમ પુદગલમય છે. વળી જેમાં ગર્ભની ઉત્પત્તિ થાય છે, તે સ્ત્રીઓની કુણી કુશંછનીય છે, વળી દરેક ક્ષણે દુધવાળા મલ અને રસે વડે કરીને દેહની વૃદ્ધિ થાય છે. વળી તેમાંથી હંમેશા અશુચિમય રસ ઝર્યા કરે છે, જે કદાચ તેને જળ કે નેકવાળા પદાર્થોથી સંસ્કાર કરીએ, તે પણ શરીર પિતાની મલિન અવસ્થા રડતું નથી, જીવતા શીરની આ અવસ્થા છે, તે પછી મૃત્યુ પામ્યા પછી તેની અવસ્થા કેવી થશે?” ત્યારપછી વિચાર કર્યો કે- “આવી આ કાયા છે, તે તખલાથી કહ૫વૃક્ષ જેમ પ્રાપ્ત થાય, કાણું કેડીથી કામધેતુ, પથરના ટૂકડાથી ચિંતામણિની જેમ આ નકામી બનેલ કાયાથી ધર્મ-ધનની ખરીદી કરી લઉં.”
પછી પિતાની શપગાદી ઉપર પુત્રને થાપન કરીને અરિહંત, સંઘનું ચતુર્વિક
"Aho Shrutgyanam