Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 596
________________ [ ૫૬૬ ] પ્રા. ઉપદેશમાલામાં ગુજરાતના એ પ્રમાણે કેટલાક દિવસો પછી રસાયણથી જેમ નિરોગી થાય તેમ કહી ગયા, તેવા જળપાનથી અધિક નિરોગી શરીર કર્યું. દેવ જયારે અનુકૂળ થાય છે, ત્યારે જે ચિંતવવું પણ શકય નથી, કરવું કે બોલવું પણ શકય નથી, તેવી સુંદર અવસ્થા નક્કી થાય છે. પુરુષને દેવ અનુકૂળ થાય, ત્યારે ઝેર પણ અમૃત થઈ જાય છે અને દેવ પ્રતિકૂળ થાય ત્યારે અમૃત પણ ઝેર બની જાય છે. પિતા માફક દેવ સર્વત્ર રક્ષણ કરે છે, કદાચિત દુશ્મન-દેણદાર માફક હેરાન પણ કરે છે. જે પુરુષાર્થ કરીને કે બુદ્ધિમવથી કાર્ય સાધી શકાતું નથી, તે ભાગ્યથી સાધી શકાય છે, માટે બળવાનમાં બળવાન હોઘ તે દેવ અર્થાત ભાગ્ય છે. બીજાને ઉપતાપ કરનાર એવા પાપીઓ સુખી દેખાય છે અને પરહિત કરનાર અહિં દુઃખી દેખાય છે. આ જે અન્યાય હેય તે આ મહાન દેવને જ છે(૧૫) પિતાના શરીરની સુન્દરતાની સંપત્તિ દેખી વિચાર્યું કે, “આ મારી શરીરશોભા મારા ગામલોકને બતાવું. બીજા સ્થાને મનુષ્યને ઉત્પન્ન થએલ સંપત્તિના લાભથી શો લાભ? કે, જે સંપત્તિ પોતાના ગામના લોકો વિકસિત નેત્રોથી દેખતા નથી. ઠેષી પુત્રોની સાથે તેની સ્ત્રીઓની કેવી દશા થએલી છે. તેમ જ પિતા તરફ કરનારને કેવું ફળ મળેલું છે, તે તો ત્યાં જઈને દેખું. શત્રુઓને દ્વેષનું ફળ જાતે પમાડેલ હોય અને તે પિતાના જ નેત્રોથી દેખવામાં આવે, તે તેને જન્મ પ્રશંસનીય છે.” એમ વિચારીને તે દુશચારી પિતાના નગરમાં ગયે અને કોઈ પણ પ્રકારે જ્યારે લોકોએ તેને ઓળખે ત્યારે સહવાસીએ તેને પૂછ્યું કે, “હે ભાગ્યશાળી ! અતિ અસાધ્ય એ તારો આ રોગ કે દૂર કથા ? ત્યારે તેણે કહ્યું કે, “પ્રસન્ન થએલા દેવતાએ મને આ બનાવ્યા.” લોકોએ કહ્યું કે, “હે બ્રાહ્મણ! તું ખરેખર કૃતાર્થ થયો છે, જેને દેવતા પ્રસન્ન થયા. એમ લોકોથી સ્તુતિ કરતા તે પોતાના મકાનમાં ગયા. પિતાના કુષ્ઠરોગવાળા કુટુંબ સહિત પુત્રોને દેખીને પિતે તેમને હર્ષથી કહેવા લાગ્યો કે, “મારી અવજ્ઞાનું ફલ તમે ભેગ.” ત્યાર પુત્રોએ કહ્યું કે, “હે પાપી! આ સર્વ તમારું જ કાર્ય છે. ત્યારે તેણે કહ્યું કે, “આ જગતમાં મારા વિના બીજા કાની આવી શક્તિ હોય? ત્યાર પુત્રોએ કહ્યું કે, “હે પાપી! ધર્મ અને લોક બંનેથી વિરુદ્ધ આ નિર્દયતાવાળું અમને અતિદુઃખ આપનારું કાર્ય તમ. કર્યું. ત્યારે સામે પિતાએ કહ્યું કે, “હે પાપીએ ! પિતાએ તમારે માટે જે ઉપકાર કર્યો હતો, તે તમે કેમ ભૂલી ગયા ? પોતાને માટે દોષ કોઈ દેખતા નથી અને બીજાને અણુ સરખે દેષ દેખાય છે. ખરેખર લોકોનું કેઈ અપૂર્વ અંધપણું જણાય છે. પિતા અને પુત્ર વચ્ચે ક્રૂર આક્રેશ વચનને કજિયે દેખી લો અને બ્રાહ્મણ વર્ગ આ પ્રમાણે તેમને ધિક્કારવા લાગ્યા. પત્ર, પુષ્પ, ફળોથી પ્રગટ એવા પોતે રાપેલાં વૃોથી બનાવેલ બગીચા જેવા પિતાને કુળમાં હે પાપી તમે આ અગ્નિ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638