Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 612
________________ [ ૧૮ ] પ્રા. ઉપદેશમલામાં ગુજરાતના આછાદિત કરે છે. ઈન્દ્રિ, કષાયાદિકથી માત્ર કમ જ બાંધે છે, તેમાં કંઈ પણ પરમાર્થ હોતો નથી. વિષય-સુખ દુખરૂપ છે, ખસને ખાવા સરખા અરતિ વિનોદ હાથી વિપરીત છે. તેમાં અવિવેકીને જ સુખબુદ્ધિ થાય છે. તરસ લાગવાથી મુખ સુકાય, ત્યારે સુગંધી-વાદિષ્ટ જલપાન કરે, સુધાથી પીડાય, ત્યારે શાલી, ચોખા, અડદ, તલ, વગેરનું લેાજન કરે, શગાગ્નિ પ્રદીપ્ત થાય અને શરીરમાં કામ જવર ઉત્પન્ન થાય, ત્યારે તેને શાંત કરવા માટે પ્રિયાને આલિંગન કરે, વ્યાધિ ઉત્પન્ન થાય, ત્યારે તેને પ્રતિકાર કરે, “આ સર્વ દુઃખના પ્રતિકારમાં સુખ છે.” એમ લોકોની મતિ અવળી થાય છે. વાસ્તવિક તો આ સર્વ સુખ નથી, પણ દુઃખના પ્રતિકારમાં અજ્ઞાનીઓને સુખ-બુદ્ધિ થાય છે. રાગ-દ્વેષને આધીન થએલા આત્માનો અતિ વિનોદ માત્રને જ અનુભવ કરે છે, પરંતુ તેમાં અપપણ સુખ નથી. એ જ વાત ગાથાથી કહે છે–બીજાનો અવવાદ કે નિંદા ઘણી કરવી, આથી ઠેષ જણાવે છે, અનેક પ્રકારના કામવિષયક, ઈન્દ્રિયવિષયક, ભેગો સંબંધી હાસ્ય, ઠઠ્ઠા, મશકરી કરવી. આથી રાગકાર્ય જણાવે છે. આ પ્રમાણે સંસારમાં રહેલા છે રાગ-દ્વેષને માહથી અતિની પ્રેરણા કરે છે અને વિષય અભ્યાસનો વધારો કરે છે. રાગોની વૃદ્ધિ કરે છે, પરંતુ ઇન્દ્રિયોને સંતોષ પમાડી શકાતો નથી. તે માટે કહેવું છે કે- “ભગને ભગવાને જે વિષય-તૃષ્ણા શાન્ત કરવાની અભિલાષા કરે છે, તે ખરેખર પાછલા પહેરે પિતાના પડછાયાને દાબવા માટે દોડે છે--અર્થાત્ પડછાયો આગળ વકતા જાય છે, પણ દાબી શકાતે નથી. તેમ વિષય લેગવવાથી તેની ભગતૃષ્ણ વૃદ્ધિ પામે છે, પણ શાન્ત થતી નથી, વિષયમથી બીજાને અતિ ઉત્પન્ન કરીને પોતાને સુખ ઉત્પન્ન કરે છે. પૃથ્વીકાયાદિનો આરંભ, ધાન્ય થવાના કાર્યમાં આસક્ત રહે, એવા લોકિક ઋષિઓ માયાવી ભૌતાદિક પાખંડી સાધુપણામાં નથી, કે ગૃહસ્થાશ્રમમાં નથી. તેથી મનેથી ચૂકી જાય છે અને દારિદ્રયથી, દીનતાથી જીવિકા ચલાવે છે. વિપરીત વેષ હોવાથી ગૃહસ્થ નથી, હિંસાદિકમાં પ્રવર્તેલા હોવાથી સાધુઓ નથી. જૈનદર્શન સિવાયના પતિઓ અજ્ઞાન અને માહથી આરંભાદિકમાં વતે છે, તેથી વિડંબનાથી ઉદરપૂર્તિ માત્ર કરે છે. જૈન સાધુઓના હૃદયમાં તે આવા ભાવ વર્તતા હોય છે. હિષાને વિચાર કરીએ, તે દરેક જીવને પીડા ન આપવી, જેવી રીતે સજા તે જ પ્રમાણે રંકને પણ પીડા ન કરવી, બંનેને પ્રાણે ચરખા પ્રિય છે, એક સરખા જ બંનેના પ્રાણનું રક્ષણ કરવું. અહિં ઉદકપાલ શબ્દનો પ્રયોગ એટલા માટે કરે છે કે, તળાવ વગેરેમાં રહેલા પાણીનું પોતાના પીવા માટે રક્ષણ કરે છે, પણ અજ્ઞાતિ બીજી કોઈ સામગ્રી જેની પાસે નથી, તેથી કોપાલ એટલે દરિદ્ર-ગરીબ. સર્વ અને અભયદાન આપવાની પ્રવૃત્તિ કરનાર સાધુજનોએ લોક સરખા ન બનવું. લોકિક શામમાં તે કહેવું છે કે– “અગ્નિ આપનાર, ઝેર આપનાર, હથિયાર "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638