Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 625
________________ વિજ્ઞપાક્ષિકનું લક્ષણ { ૫૯૫ } નિશ્ચયનય એટલે તત્ત્વ નિરૂપણના અભિપ્રાયથી વિચારીએ, તે ચારિત્રને ઘાત થયો એટલે જ્ઞાન-દર્શનને પણ ઘાત થઈ જ ગયે છે. કારણ કે, તે એથી જ ચારિત્રની સાધના કરી શકાય છે અને તો જ ચારિત્રનું પારમાર્થિક અવરૂપ ટકે છે, જ્ઞાનદર્શનના અભાવમાં કંઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. મફળની પ્રાપ્તિ થતી નથી. જ્યારે વ્યવહાર તે બાણા તત્વનિરૂપણ કરવાના અભિપ્રાયવાળા છે, તેથી ચરિત્રનો નાશ થાય, ત્યારે જ્ઞાન-દર્શન હોય કે ન પણ હોય તેમ ભજના માનેલી છે. કાના અભાવમાં એકાંત કારણનો અભાવ સિદ્ધ થતું નથી. ધૂમાડો ન હોય, તે પણ અગ્નિ દેખાય છે. આટલા અન્ય સુધી ભગવંતે સાધુ અને શ્રાવક એમ બે માગ કહેલા છે, તેનું નિરૂપણ કર્યું. હવે અપિ શબ્દથી સૂચિત સંવિઝ-પાક્ષિક માર્ગ પણ સ્વીકાર્ય—મોક્ષમાર્ગની સિદ્ધિ કરનાર છે, તે દેખાડતા કહે છે– સુંદર ચારિત્રવાળો સાધુ કર્મમલ સાફ કરીને નિર્મળ થાય છે, સમ્યગ્દર્શનાદિ ગુણયુક્ત શ્રાવક પણ નિમલ થાય છે, તેમ જ માક્ષાભિલાષી સુસાધુએ તરફ તેમના સુંદર અનુષ્ઠાને તક્ રુચિવાળા-પક્ષપાતવાળા હોય, તેવા અવશ્વન ચરણ-કણવાળા શિથિલ હોય, તે પણ શુદ્ધ થાય છે. માથામાં વારંવાર ગુરુ ક્રિયાપદ વાપરીને એમ સૂચવ્યું કે સાધુને સાક્ષાત્ અહિ થાય છે અને બીજા બેને બીજા પ્રકાર શુદ્ધિ થાય છે. સંવિના પાક્ષિક રુચિવાળાને કેવી રીતે ચાળખવા? તે કહે છે– મિક્ષાભિલાષી સુરધુવગ વિષે આશ્વાળી સુંદર બુદ્ધિ શિવના સંવિયન પાક્ષિક કહેવાય. ગણપરાદિકેએ તેમનું સંક્ષેપથી આગળ કહીશું તેવું લક્ષણ જણાવેલું છે. અવસાન્ન-ચરણ-કરણવાળા પણ પિતે કર્મની પરતંત્રતાથી પ્રમાદી થવા છતાં પણ જે લક્ષણથી જ્ઞાનાવરણ આદિ કર્મની દરેક ક્ષણે શુદ્ધિ કરે છે, તે સંવિન પાક્ષિક કહેવાય, સંવિના પાક્ષિક હોય, તે લોકોને નિષ્કલંક એવા સુસાધુ-ધર્મનો જ-માધુના આચારનો જ ઉપદેશ આપે છે. પરંતુ પિતાને શિથિલ આચાર પિષવા માટે અશુદ્ધ ધર્મોપદેશ આપતા નથી, તેમ કહેવામાં દુરંત સંસારની વૃદ્ધિ થાય છે તેવું જાણેલું હોવાથી, તે આ પ્રમાણે શસ્ત્ર, ઝેર, શાકિની-- પ્રેત-ભૂત-આદિના વળગાડ, દુષ્કાળ, દુષ્ટરાજા, ભયંકર વાલાવાળો અગ્નિ જે અનર્થ પ્રાપ્ત કરાવતા નથી, તે કે તે કરતાં અધિક અનાથે મિથ્યાત્વથી ઘેરાએલા કુમતિ લેક જે જિનેન્દ્ર ભગવંતના સિદ્ધાંતને અવળારૂપે ઉપદેશી મહાઅનર્થ પ્રાપ્ત કરાવે છે. પિતાના હીન આચારની પિતે તપવી ચારિત્રવંત સાધુઓ આગળ નિંદા કરે છે, આજના દીક્ષિત સાધુ કરતાં પણ હું નાનો-ન્યૂન છું – એમ અંતરથી માને છે. તથા પિતે સુસાધુને વંદન કરે, પણ વંદન કરાવે નહિં, તેના વદનની ઈચ્છા પણ ન રાખે. - કુતિકર્મ-વંદન, વિશ્રામણ પિતે કરે પણ કરાવે નહિ, તથા પિતાની પાસે આવેલ શિષ્યને પિતે દીક્ષા ન આપે, પણ ધમ દેશનાથી પ્રતિબોધ પમાડી સુસાધુમાને શિરે આપે. શા માટે પોતે પોતાના શિષ્ય ન બનાવે ? કાર, કહે છે– "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638