Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri
View full book text
________________
દક દેવનું દાન
[ ૫૬૫ ] ત્યારે કહ્યું કે, “હે પુત્ર! આપણે કુલમાં એ રિવાજ ચાલ્યા આવે છે કે, હિતિષી એવા મરવાની ઈચ્છાવાળાએ મંત્રથી પવિત્ર કરેલ પશુ પોતાના મધુ ને આપો. માટે એક બળવાન દેખાવડા સારા પ્રમાણવાળા વાછરડાને આ પડીમાં લાવો. જેથી હું કુલક્રમથી ચાલી આવતી વિધિ કરું અને ત્યારપછી મંત્રથી સંરકાર પમાડી તેને તમારી અને કુટુંબની સાથે ભોજન કરી અનાકુલતાથી મારું કાર્ય સાધું.
ભેળાપુત્રો તે પિતાના મનભાવ ન સમજયા અને તેમના વચનની સાથે જ કહ્યો તે વાછરડો લાવીને કુટિરમાં બાદ. હવે તે દરરોજ આનંદપૂર્વક શરીર પરથી ચોળી ચાળીને પેલા લક્ષ્યના શરીરમાં રોગ ઉત્પન્ન કરવા માટે વાછરડાને પરુ
પડેલી ચારી આપવા લાગે. વાછરડો પણ તે ચારો ખાતો હતો, એટલે તે કુષ્ઠ વ્યાધિ વાછરડામાં એકદમ વ્યાપી ગયો, એટલે પુત્રને ભોજન માટે તે અર્પણ કર્યો. અજ્ઞાની એવા પુત્રોએ પિતાનું ચિત્ત જાણ્યા વગર તે વાછરડાનું માંસ ભક્ષણ કર્યું. ત્યારપછી પુત્રોને કહી ગયો કે, કોઈક તીર્થમાં જઈ મૃત્યુ પામીશ. આ પ્રમાણે પુત્રદ્વેષી તે બ્રાહ્મણ આનંદ પામતે ઘરેથી નીકળી ગયે, આ કોઢિયે એકદમ દૂર ગયા, તેથી પુત્ર પણ અતિઆનંદ પામ્યા. ધીમા ધીમા ડગલાં ભારતે આ ટુબુદ્ધિ બ્રાહ્મણ હચું મુખ કરીને કાલરાત્રિ સરખી એક નિર્જન અટવીમાં પહોંચ્યું. સુવર્ણ સરખા વર્ણવાળા વાનરા, શ્યામ કાયાવાળા ભ્રમ, વૃક્ષની ડાળીનો આશ્રય કરીને પહેલા હતા, તે જેમાં પાકેલા ફળ જેવાં જણાતા હતાં. હંમેશાં ઉજજવલ શ્રેષ્ઠ અનેક લતા અને પાણીનું આવવું તથા ફેલાવે છે જેમાં તથા શોભી રહેમ પક્ષીઓ અને લગ્ન નામની વેલડીઓને વિસ્તાર, તેની ભાથી પિતાની સારી કાંતિચુત એવી અટવી હતી. જેમાં રુદ્રાક્ષમાળાની પ્રાપ્તિ થાય, તેવી ઘણી શોભાથી ઢંકાએલી, સુંદર ફળ અને નિમલ મનોહર જૈનમુનિની મૂર્તિ રાખી અટવી હતી.
સૂર્યતાપના સંતાપ, તેમ જ ફાડી ખાનાર ક્ષુદ્ર જનાવરોના ભયથી ઉકાળમાં તરશની ગતિ માફક જળ શોધવા લાગ્યો. જળ માટે બ્રમણ કરતાં કરતાં પર્વતની ખીલના મધ્યભાગમાં કોઈક રથાને પોતાના જીવિત સમાન એક જળાશય તેના દેખવામાં આવ્યું. તે કેવું? તો કે આમળા, બહેડા, શમીવૃક્ષ, વાવડી, લિંબડા, હરડે, વગેરે વૃક્ષો ચારે બાજુ વીંટળાએલાં હતાં, જળાશયમાં જળ ઘણું અ૫ હતું. કાંઠા ઉપરનાં વૃક્ષનાં પાંદડાં, ફળો અને પુપે સતત તે જળમાં પડતાં હતાં, રીમના તડકાથી જળ ઉકળતું હતું અને જાણે ઔષધિને ઉકાળો હોય તેવું જળ બની ગયું હતું. આવું જળ દેખીને તે ક્ષણે તેને જીવમાં જીવ આવ્યો અને ઈન્દ્રિયો પણ પિતાને વાર્થ સાધવા એકદમ સમર્થ બની. વિસામો લેતાં લેતાં ઉકાળા સમું કડવું જળ તૃષા દૂર કરવાની અત્યંત અભિલાષાવાળા તેણે પીવાનું શરુ કર્યું, ઓષધના બનાવેલ ઉકાળા સમાન એવા જળનું જેમ જેમ પાન કર્યું, તેમ તેમ તેને કૃમિ સમૂહયુક્ત વડીનીતિ થવા લાગી. હરડે, બહેડાં, આમલીના ફળને આહાર કરતે હતો, તેમ જ તે વૃક્ષોની ગાઢ છાયામાં રહેતો હતો,
"Aho Shrutgyanam'

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638