________________
માગરાજ-શંકરિકાની કથા
[ ૧૭૭ } દીવાનને આપવા માટે ૧૦૦ સેનામહેરો સાથે લેતા આવવી અને એકાંતમાં મને આ પવી, જેથી તમારા પ્રજનની સિદ્ધિ તત્કાલ થશે.” ગાજ-કાર્ય સિદ્ધ થશે એટલે દીવાનનું ઓચિય હું જરૂર કરીશ” થેક બે.
પગલા આગળ ચાલ્યા, એટલે એ પહેરેગીરે મળ્યા. તેઓ પણ તે જ પ્રમાણે માગણી કરવા લાગ્યા. તેમને પણ “કાર્ય સિદ્ધ થશે એટલે તમોને સંતોષ પમાડીશું.” એમ બત્રીશ, સોળ વગેરેની માગણી કરતા હતા, તેને તે જ ઉત્તરો આપતાં આપતાં દરવાજા સુધી આવી પહોંચ્યા.
સાંકળથી બાંધેલા હાથકડીઓથી જકડેલા વ્યાપારી લોકોના સમુદાયને દેખીને પહેરેગીરો ને પૂછયું કે, “કયા અપરાધથી આ સર્વને નિયંત્રિત કર્યા છે?” હાથ બતાવતાં તેણે જણાવ્યું કે, રાજાના કુળમાંથી વગર પૂછયા ઈન-બળતણ માટે છાણાં લઈ ગયા. વળી તે ઈન્જનથી આણે ઘરે રાખ્યું અને ભજન કર્યું, ત્રણ-ચાર પાડોશીઓને ત્યાં તેનો ધૂમાડો રોકાયે, તેમનાં ઘરમાં ધૂમાડે ફેલાઇને વ્યાપી ગયે, તેમની કૂતરી રાજ હાથી સન્મુખ ભસવા લાગી, તેના ઘર પાસેથી જાને અતિશય શરીર-પીડા થઈ, તેથી રાજાના અપરાધી બન્યા. આ કારણે રાજાએ તેમનું સર્વસ્વ દંડમાં લઈ લીધું. માગરાજ-અહો ! અન્યાયની પરાકાષ્ઠા, અહો ! યુક્તિ વગરની પ્રતિષ્ઠા-વાત, પનિકે,
ધર્મીઓ અને સાધુઓ માટે ખરેખર અત્યારે કાળરાત્રિ આવી લાગી. અમાત્ય ૧૦૦ સેનામહોરોની માગણી કરે છે, પહેરેગીરો અને તેવાં બીજાઓ પણ ઈચ્છા પ્રમાણે માગે છે. ઘેડે તે મને માત્ર પચાસમાં જ મળશે. હરણ થયેલ મેળવતાં વધારે ખર્ચ થશે. જે હવે અહિથી હેમ--એમ નિર્વિદને જીવતો નીકળી જાહ', તે મેં સર્વ મેળવ્યું. કલિકાલ અને ધનલુબ્ધ રાજાઓ હોય, ત્યારે ધનનું રક્ષણ કરવું કે જીવિતનું રક્ષણ કરવું ? ખરેખર કાન વગરના બોકડાને કસાઈથી છૂટી જવાય, તે જ તેને લાભ છે.
૨ પ્રમાણે નિરાશ બનેલો ગાજ નીકળી ગયે અને જેનું મુખ- દ્વાર પરાવતન થઈ ગયું છે, તેવી સાવગિરી ગુરુની મઠિકા ખળતું હતું, પણ દ્વાર ફેરવાઈ ગયેલ હોવાથી આમ-તેમ ખેળવા છતાં તેનો પત્તો લાગતો ન હતો, એટલે નિરાશ બની વિચાર્યું કે, “વાગેલા ઘા ઉપર ક્ષાર ભભરાવવા સખું આપણને સંકટ આવ્યું છે. હું માનું છું કે, “જે ગતિ અશ્વની થઈ છે, તેવી જ ગતિ હજાર સોનામહોરની થઈ જાય છે. કેઈક સમય છત્રધારક ચતુરે ભિક્ષુક વેષમાં ફરતા તેના શિષ્યને ૨. તેની પાછળ-પાછળ સાવગિલી ગુરુની મઠિકામાં ગયા. તેમને પ્રણામ કરી તેની સામે બેસીને કહ્યું કે, “હે ભગવંત! થાપણ તરીકે મૂકેલ હજાર સોનામહોરો પાછી આપો.”
"Aho Shrutgyanam