________________
ગજસુકુમાલમુનિની કથા
[ ૨૫૫ } કુણુજીએ માતાને પ્રણામ કરીને તેના મનમાં રહેલા દુ:ખને પૂછતાં “હે માતાજી! તમને આટલું દુઃખ કેમ થયું છે? શું તમારી આજ્ઞા કોઈએ ઉલ્લંઘી છે ? અથવા તે તમને કોઈએ અમનોહર શબ્દો સંભળાવ્યા છે; હે માતાજી! મને આજ્ઞા આપે. ત્રણે ભુવનમાં જે કંઈ તમને ઈષ્ટ હોય, તે કહે, જેથી વિલંબ વગર તે લાવી આપું અને મારી પોતાની માતાના દુઃખને દૂર કરું.’
ભુવનમાં મહાસતી સરખાં દેવકી પ્રત્યુત્તર આપે છે કે, મને બીજો કોઈ દુઃખનો અંશ નથી, માત્ર મેં એકપણ મારું પોતાનું જન્મ આપેલું બાળક તેને ન પાલન કર્યું, લાલન ન કર્યું–તે વાત મારા મનમાં વારંવાર ખટક્યા કરે છે. હે વત્સ ! તારું લાલન-પાલન થશેએ કયું', પહેલાના પણ બીજા તારા છ ભાઇઓને સુલસાએ પાલ્યા-પડ્યા. તમને સાતેયને બાલ્યકાળમાં જ દેવે હરણ કર્યા.
શ્રેષ્ઠ ખીરને થાળ હોવા છતાં હું તે ભૂખી જ રહેલી છું. તે નારી ખરેખર ધન્ય છે, અતિપુણ્યશાળી છે, તેમજ સારા લક્ષણવાળી સુખ કરનારી છે કે, જે પિતે જ પોતાના જન્મ આપેલા બાળકને ખળામાં બેસારી પાલ્યો હોય અને સ્તન ઝરાવતા દૂધથી સ્તનપાન કરાવ્યું હોય. સિંહ, હરિણી, ગાય, વાનરી વગેરે જાનવરો પણ ખરેખર ધન્ય છે કે, જેઓ પોતાના બાળકને દેખીને અતિપ્રસન્ન થાય છે. હું દેવથી અતિદુભાએલી ઘણું દુઃખ ભેગાવનારી થઈ છું. જેમ કોયલ પિતાનાં બચ્ચાને દૂર રાખે છે, તેમ મારા બાળકો ઉછેરવાના સમયે મારાથી દૂર થયા. માટે હસ્તમાં સારંગ ધનુષ ધારણ કરનાર હે કૃષ્ણ કાલું કાલું ઘેલું બોલનાર એક બાળકને ઉછેરું તેમ કર. તે માતાની આજ્ઞાને સ્વીકાર કરી, બ્રહ્મચર્ય ધારણ કરી દાનવના શત્રુ દામોદર એકાંતમાં બેસી ગયા.
પત્થર ઉપર દર્ભને સુંદર સંથારો કર્યો. વિષ્ણુ અઠ્ઠમ તપ કરીને મનમાં દેવનું ધ્યાન કરી રહેલા છે. પૂર્વના પરિચિત દેવનું આસન કંપાયમાન થયું. દેવ અહિં નીચે આવ્યા અને કહેવા લાગ્યો– “હે કૃષ્ણ! કયા કારણે મને રાત-દિવસ સ્મરણ કરીને બાલાશે?” ત્યારે દેવસેનાના નાયક હરિગ મેલીને કૃણે જણાવ્યું કે, દેવકીને પત્રણ આપ.” ત્યારે દેવે કહ્યું કે, “હે હરિ ! દેવકી દેવીને સર્વગુણ-સંપન્ન એ પુત્ર થશે, પરંતુ ભયુવાન વયમાં નેમિ જિનેશ્વરની પાસે શુફલ લેયાવાળો તે દીક્ષા અંગીકાર કરશે.”
એમ કહીને દેવ દેવતાના નિવાસે પહોંચ્યું અને કૃષ્ણ પિતે પોતાના રાજ્યને વિલાસ કરવા લાગ્યા. અવસરે દેવકીએ વખમાં મુખની અંદર હાથી પ્રવેશ કરતે હોય તેમ દેખ્યું. પણ માસે દેવકી શણએ અતિસુકમાલ સાશ લક્ષણયુક્ત વિચક્ષણ બાળકને જન્મ આપે. કૃણે પણ પિતાના નાનાભાઈને અનુરૂપ વધામણી અને - જન્મન્સિવ કરાવ્યું.
"Aho Shrutgyanam