________________
મરિચીની કથા
[ ૩૩૧ ] શરીરવાળા હોય છે. હું ત્રણે દંડવાળે અને ઈન્દ્રિયોને ન જિતના૨ છું, માટે ત્રિદંડ એ મારું ચિહ્યું છે. આ સાધુ મહતક અને ઇન્દ્રિયોને ઉંચન કરનારા છે, હું તેવો નથી, માટે મને અાથી મુંડન અને મસ્તકે ચેટલી હે, મને સ્થૂલ પ્રાણાતિપાત-- વિરમણ હંમેશાં છે. એ પ્રમાણે નાન, છત્ર, લાલ વસ્ત્ર વગેરે પોતે પોતાની મતિથી પેલા કુલિંગ-વેષ ધારણ કરનાર સુખશીલતાવાળે પ્રથમ પરિવ્રાજકપણું પ્રવર્તાવે છે.
આ પ્રમાણે પ્રગટ વેષ દેખીને ઘણા લોકો તેને ધર્મ પૂછે છે, ત્યારે સાધુધર્મ જ કહે છે. બહુ પ્રશ્નોત્તર કરે, ત્યારે તેને કહે કે ખરેખર પરમાર્થ સ્વરૂપ ધર્મ હોય તો તેમ જ પરમાર્થ-મોક્ષને સાધી આપનાર હોય તો એક સાધુધર્મ જ છે. હું તે સાધુધર્મ પાલન કરવા શક્તિમાન્ ન હોવાથી આ વેષ-વિડંબના કરેલી છે. લોકોને અમદેશના સંભળાવે, કોઈ દિક્ષા લેવા તૈયાર થાય, તે પ્રભુના શિષ્ય તરીકે પ્રભુ પાસે મોકલી આપે અને ગામ, નગર વગેરે સ્થળે પ્રભુની સાથે જ તે મવિચિ વિચરતા હતા.
કોઈક સમયે ભરત ચક્રવર્તી પિતાજીને સમવસરણમાં જિન, ચક્રવર્તી, વાસુદેવનું વન વગેરે પૂછતા હતા, ભગવંતે પણ સર્વ કહ્યું. પછી ભારતે પૂછ્યું કે, “હે પિતાજી! અત્યારે અહિં જે પર્ષદા છે, તેમાં કોઈ ભરતક્ષેત્રમાં થનાર કોઈ તીર્થકરનો જીવ છે? ત્યારે ભગવાને તેના પ્રત્યુત્તરમાં પ્રથમ પરિવ્રાજક ઋષભ ભગવંતને પત્ર એકતમાં વાધ્યાય-ધ્યાન-યુક્ત એવા મહાત્મા મરિચિ નામને તારા પુત્ર છે. ભગવંત તેને બતાવતાં કહે છે કે, “ આ વીર નામના છેલા તીર્થકર થશે. વાસુદેવોમાં પ્રથમ પિતનપુરને અધિપતિ વિપૃષ્ઠ નામને, વિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીમાં પ્રિય મિત્ર નામને ચક્રી થશે.
આ સર્વ પ્રભુનાં વચન સાંભળીને રોમાંચિત શરીરવાળા ભરત રાજા પિતાજીને વંદન કરીને મરિચિને વંદન કરવા માટે જાય છે. તે વિનય-સહિત આવી ત્રણ પ્રદ ક્ષિણા આપીને વંદન કરી આવા પ્રકારની મધુર વાણીથી સ્તુતિ કરવા લાગ્યા,
જગતના જે ઉત્તમ લાભ ગણાય છે, તે લાભ તમે પ્રાપ્ત કર્યા છે. કારણ કે, તમા છેલા કર્મચક્રવર્તી એટલે કે વીર નામના ૨૪મા તીર્થંકર થશે. વળી વાસુસેવામાં પ્રથમ પિતનાધિપતિ ત્રિપૃષ નામના વાસુદેવ થશે. મહાવિદેહમાં મૂકાનગરીમાં પ્રિયમિત્ર નામના ચક્રવર્તી થશે. અત્યારે તમને વંદન કરું છું, તે આ પરિવ્રાજક– જવાને અને આ તમારા જન્મને હું વંદન કરતા નથી, આ ભારતમાં તમે એકલા તીર્થકર થનાર છે, તે કા હું વંદન કરું છું. (૨૫) એ પ્રમાણે તેમની સ્તુતિ, કરીને, ત્રણ વખત પ્રદક્ષિણા ફરીને પિતાજીને પૂછીને વિનીતા (અખો) નગરીમાં પ્રવેશ કર્યો.
ભરતનાં તે વચનો સાંભળીને ત્રણ વખત ત્રિપદીને અફાળતા અતિશય અધિક
"Aho Shrutgyanam