________________
શ્રેણિકને વિવાદાતા ચંડાળ પ્રત્યે વિનય
[ ૫૦૧ ] કોઈક સમયે ગર્ભના પ્રભાવથી આમ્રફલ ખાવાનો હલો ઉત્પન્ન થયા. તે દેહ પૂર્ણ ન થવાથી દરરોજ તેના શરીરનાં અંગો દુર્બલ થવા લાગ્યા. તે દેખીને ચંડાલે પૂછ્યું કે, “હે પ્રિયે ! શાથી તારું અંગ દુર થાય છે ?” ત્યારે જણાવ્યું કે, “મને પાકેલ આઝફલ ખાવાની ઈચ્છા થઈ છે. ત્યાર ચંડાલે જણાવ્યું કે, “આ પ્રફલા માટે કાળ નથી, તે પણ હે પ્રિયે! તને ગમે ત્યાંથી લાવી આપીશ, માટે નિરાંત રાખજે.”
ચંડાલે સાંભળ્યું હતું કે, “શ્રેણિક રાજાના બગીચામાં સર્વત્રતુનાં ફળ કાયમ થાય છે. બહાર રહેલા ચંડાળે બગીચામાં પાકેલ આમ્રફળની ડાળી દેખી. રાત્રિ થઈ એટલે અવામિની વિદ્યાથી ડાબી નમાવીને આમ્રફળ તેડીને ફરી પાછી ઉંચી કરવાની વિવાથી ડાળીને વિસર્જન કરીને હર્ષિત થએલા તેણે પ્રિયાને આમ્રફળ આપ્યું. પૂર્ણ થએલ હલાવળી તે ગર્ભને વહન કરવા લાગી. હવે અવાર-નવાર વૃક્ષ તરફ નજર કરતાં આગલા દિવસે દેખેલ ફળલું અને આજે તેથી હિત આમ્રવૃક્ષને જોયું. રાજાએ રખેવાળ પુરુષને પૂછ્યું, “અરે! આ આમ્રફળની લુંબને કોણે તેડી લીધી ત્યારે તેણે જવાબ આપ્યો કે, “હે દેવ! અહિં કોઈ બીજો પુરુષ આવ્યા નથી. કે બહાર નીકળતાં અમે દેખ્યો નથી. તેમ જ હે દેવ ! તેનાં પગલાં પૃથ્વીતલ ઉપર દેખાતાં નથી. આ પણ એક આશ્ચર્યની વાત બની છે, તો હવે આ કાર્ય કઈ દિવ્યપુરુષનું હોવું જોઈએ અને તેને કેઈ અસાધ્ય નથી–એમ વિચારીને રાજાએ આ વાત અભયને જણાવી. એ પ્રમાણે ચોરી કરનાર ચેરને હે પુત્ર! જલદી પકડી લાવ કે જેણે ફળહરણ કર્યા હોય. નહિંતર વળી આવતીકાલે સ્ત્રીઓનું પણ હર કરી જશે. ભૂમિતલ પર મતક સ્થાપન કરીને ‘મહાકુપા કરી ” એમ કહીને અભયકુમાર ત્રિભેટા ચૌટામાં ચોરની તપાસ કરવા લાગ્યા, કેટલાક દિવસો પસાર થયા છતાં ચોરને પત્તો ન લાગ્યા. ત્યારે તેનું ચિત્ત ચિંતાથી વધારે વ્યાકુળ બન્યું કોઈક દિવસે નટે નમીમાં નાટક આરંભ્ય, એટલે ત્યાં ઘણા નગરલોકે એકઠા થયા હતા. અભય પણ ત્યાં ગયા અને લોકોના ભાવ જાણવા માટે લોકોને કહ્યું કે, “હે લોકો! જ્યાં સુધી હજુ નટ નાટક શરુ ન કરે, ત્યાં સુધી હું એક આખ્યાનક કહું, તે તમે સાંભળે.” લોકોએ કહ્યું કે, “હે નાથ ! કહો.” તે કહેવાનું આ પ્રમાણે શરૂ કર્યું –
વસંતપુર નગરમાં જશેઠને એક કન્યા હતી. દારિદ્રયના દુઃખ કાણે તેને પરણાવી ન હતી. તે કન્યા મોટી વયની થઇ, તે વર મેળવવાની અભિલાષાવાળી કામદેવની પૂજા કરવા માટે બગીચામાં પુ તેડવા માટે ગઈ. પુપિ ચારીને એકઠી કરતી હતી, ત્યારે માળીના દેખવામાં આવી. એટલે માળીએ વિકાર સહિત ભોગની માગણી કરી. ત્યારે કન્યાએ કહ્યું કે, “તને મારા સરખી બેન કે પુત્રી નથી કે હું કુમારી હોવા છતાં મારી પાસે આવી માગણી કરે છે?” ત્યારે માળીએ તેને કહ્યું
"Aho Shrutgyanam"