________________
અગીતાથ દીર્ઘ સારી થાય છે
[ ૫૫૧ ) કોઈ નેત્રહિત અંધ પુરુષ માગ ન જાણતા હોય, તે ભયંકર જંગલમાં ભૂલા પડેલા સાર્થને માર્ગ બતાવવાની ઇચ્છા કરે કે, હું તેને માર્ગ બતાવું, પરંતુ માર્ગમાં આવતા ખાડા, ટેકરા ન દેખનાર અંધપરષ તે માગ ભૂલેલાને માર્ગ કેવી રીતે બતાવી શકે? અર્થાત્ તે અસંભવિત છે. તે જ પ્રમાણે શાસ્ત્રના પરમાર્થ ને ન જાણનાર અગીતાર્થ તે નક્કી જિનવચનરૂપી દીપક સમગ્ર ભુવનના પદાર્થને દેખાડનાર હાવાથી ચક્ષુ-તરસાવબોધરૂપ ચક્ષુથી રહિત હોવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ઉત્સર્ગ, અપવાદ વિષયક અનુષ્ઠાન ન જાણનાર બીજાને મોક્ષમાર્ગ કેવી રીતે બતાવી શકે ? ઉપર કહી ગયા તેવા અગીતાર્થ પોતે કેવી રીતે ચારિત્રમાં યતના કરી શકે? અથવા પિતાનું હિત કેવી રીતે સાધી શકે? ગણધર ભગવંતોએ કહેલ શ્રતના અર્થ જેણે જાયા નથી, એવા અગીતાર્થની નિશ્રામાં બાલ, વૃદ્ધ, સાધુ-સમુદાયને ગ૭ તેમ જ પરોણા વગેરેથી યુક્ત ર૭ પોતાનું હિત કેવી રીતે સાધી શકે? અર્થાત્ યથાર્થ ઉપાયને અભાવ હોવાથી વિપરીત પ્રવૃત્તિથી અનર્થ જ કરનાર થાય.
સર્વત્ર અગીતાર્થ અનધિકારી ગણે છે, પોતાની પ્રતિકલ્પનાથી પ્રવર્તનાર અનંતસંસારી થાય છે જ, વળી આ હકીકત સૂત્રમાં જણાવેલી છે કે અગીતાર્થ અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત આપે, થોડા અપરાધમાં વધારે આપે અથવા મોટા અપરાષમાં અલપ પ્રાયશ્ચિત્ત આપે, તે અગીતાર્થને જ્ઞાનાદિકની અને જિનાજ્ઞાની વિરાધના રૂપ મટી આશાતના થાય છે. કહેવું છે કે- “અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત આપે, પ્રાયશ્ચિત્તમાં અતિઅલ૯૫ પ્રાયશ્ચિત આપે, તે ધમની તીવ્ર આશાતના અને માર્ગ વિરાધક થાય છે. અને એમ થવાથી જિનાજ્ઞાન ભંગ થવાથી સાક્ષાત્ મિથ્યાત્વ અને આશાતના ટાળવાથી તે પ્રગટ સમ્યકત્વ થાય છે. આ કારણે અગીતાર્થ અવિધિથી પ્રવૃત્તિ કરનાર હોવાથી અશાતાના કરવાના કારણે ફિલષ્ટ અને દીર્ઘ સંસાર વધારનાર થાય છે. ઉપસંહાર કરતાં કહે છે. તપ-સંયમ વિષે યતના કરતા એવા અગીતાર્થને પણ પર્વે કહેવા દે લાગે છે, અગીતાર્થની નિશ્રાએ રહેલાને પણ તે દેશે લાગે છે, ગ૭ પ્રવર્તાવનાર અગીતાર્થને એ રે લાગે છે, તેવા અગતાથને આચાર્યપદ કે ગણ સમર્પણ કરનારને પણ પૂર્વોક્ત રે લાગે છે. માટે ગીતાર્થ જ્ઞાનીપુરુ ઉપર મહાન આદર કરવો. (૪૦૫ થી ૪૧૧ ) દ્વાર ગાથાની વ્યાખ્યા કરી, અહીં સુધી એકાંતે અગીતાર્થને આશ્રીને કહ્યું. હવે કંઈક જાણકારને આશ્રીને જણાવે છે –
अबहुस्सुओ तवस्सी. विहरिउकामो अजाणिऊण पहं । अवराह-पय-सयाई, काऊण वि जो न याणेइ ॥४१२॥ देसिय-राइय-सोहिय, चयाइयारे य जो न याणेइ । अविसुद्धस्स न वड्ढइ, गुणसेढी तत्तिया ठाइ ॥४१३॥ युग्मम् ।। अप्पागमो किलिस्सइ, जइवि करेइ अइदुकरं तु तवं । सुंदरखुद्धीइ कयं, बहुयंपि न सुंदरं होई ॥ ४१४ ॥
"Aho Shrutgyanam