________________
પૂરણ ઋષિની કથા
[ ૩૪૧ ]
દૂર સુધી સંભળાય છે. પૃથ્વી પરનાં વૃક્ષ નિરુપમ પદના વેગના પવનથી ભાંગી જાય છે. તેજસ્વી તાર-સમૂહ મસ્તક પર જાણે પુના ઉત્કર (ઢગલા) કર્યા હોય, તેમ શોભતા હતા, વૃક્ષા સ્થળની પીઠ પર જાણે ઉત્તમ જાતિવંત મોતી હોય, તેમ તારા શોભતા હતા.
વિશાળ કેડ ભાગમાં જાણે મણિની ઘુઘરીઓની જેમ તે શોભતા હતા. પગ સુધી પહોંચે તેવા વસ્ત્રમાં મણિની માળા જેમ તારાઓ પગે શોભતા હતા, મૂર્તિમાન સુમેરુ સરખા વિશાલ એવા તે દેવને વર્ણવવા કોણ સમર્થ છે? બે કાનમાં ચંદ્ર અને સૂર્ય કુંડલે જેવા શોભતા હતા, ગંગાનદી જેવા ભાલતમાં સારી રીતે કરેલ સુખડનું તિલક, તારાગણને તેજ-સમૂહ જાણે મસ્તક પર પુપને સમૂહ હોય, તેમ શોભતે હતે.
અતિવિશાળ મઘની પંક્તિઓ જાણે મનોહર વસ્ત્ર શણગાર સજા ન હોય, જાણે કોઈ નાગકુમાર દેવ કામાંધ બનીને દેવાંગના પાસે કેમ જતો ન હોય તેમ આકાશમાં શોભતો હતો. ચાલતા મેરુપર્વત સરખે તે દેવ દર દર વર્ગમાં સૌધર્મ દેવલોક સુધી પહોંચે, ત્યારે જય પામીને કેટલાક દે આમ તેમ દોડવા લાગ્યા, કેટલાકને દંડ ઠોકીને ખડહડ શબ્દ કરતા પાડી નાંખ્યા. અમાઓ ત્યાં ઉભેલા વાહનમાં બેસી દરેક દિશામાં ભાગવા લાગી. કેટલીક તો પોતાના ભર્તારને ગળે વળગીને “અમારું રક્ષણ કરો, બચાવો” એમ બોલતી હતી,
તે સમયે તેનાથી ત્રાસ પામેલા કેટલાક દેવતાઓ કોઇ પ્રકારે ધીરતાનું અવલંબન કરીને મોટા પથર, ભાલાઓ અને બીજા હથિયારોથી તેની પૂંઠ પકડીને તેના ઉપર ફેંકવા લાગ્યા. વળી બીજા હજારોની સંખ્યામાં બાણ છોડવા લાગ્યા, ગદા, ઘ, તરવાર વગેરે તેને શરીર પર લાગતા નથી. તેઓ પણ ભુંગળદંડના પ્રહારના ભયથી ત્યાંથી પલાયન થાય છે, મંત્રીદેવતા મંત્રણ કરે છે, કમ દંડને પણ ખંડિત કરે છે. હાથમાં ભાલાં લઈને સહુ નજીકમાંથી નાસી ગયા. મોટા કલાહલના મુખર શબ્દો વારંવાર સાંભળીને દેવસેવ દુગ–જિલ્લામાં પેસી ગયું.
ઈન્દ્ર મહારાજાના રત્નસમૂહના ભંડારને આ લૂંટી જશે, ઐરાવણ હાથીને પ્રહાર વાગવાથી નાસવા લાગ્યો, તેથી નાસવા કયા કારણે લાગ્યા, તે કોઈ પ્રકાર ન જાણી શકાયું. એમ કરતાં કરતાં ચમા૨ ત્યાં સુધી આવી પહોંચ્યું કે, જયાં આગળ અપૂર્વ અપછાઓનાં નાટકો અખલિત ચાલી રહેલાં હતાં અને સૌધર્માધિપતિ જાતે સુષમાં સભામાં બેસીને આકર્ષિત ચિત્તથી નિહાળતા હતા.
તે સમયે ચમક્કે તે દ્વાર પ્રદેશમાં ત્રણ વખત પ્રચંડ દંડ ઠોકરે એટલે શંકાથી શકિત થએલા ઇન્દ્રના હૃદયમાં ક્ષોભ થયો. અતિતીવ્ર કોપાનિ વશ થએલા ઈન્દ્ર મહારાજાએ તેને દેખ્યો અને લલાટમાં જે ભૃકુટીની ભયંકર રચના કરી છે,
"Aho Shrutgyanam