________________
{ ૨૪૨ ]
પ્રા. ઉપલેશમાતાને ગુજરાનુવાદ કારણ કે વાસ્વામીએ તે પ્રદેશમાં અંતિમ આરાધના કરી હતી. ગુરુની સાથે ઉત્તમ સવવાળા તે સર્વે મુનિવરો મહાસમાધિ-પૂર્વક કાળધર્મ પામી વિમાનિકમાં દેવપણું પામ્યા.
શાસન ઉદ્યોત કરનાર અદ્વિતીય સૂર્યરૂપ એવા તે કૃતજિન અસ્ત થયા, ત્યારે દશપૂર્વના જ્ઞાનને અને અનારા સંઘયણને વિકેદ થયા.
સુંદર મતિવાળા તે વજસેન મુનિવર મહીતલમાં વિહાર કરતા કરતા અનુક્રમે નાગરવેલની લતા અને સોપારીનાં વૃક્ષોથી આચ્છાદિત એવા સોપારક નામના નગરમાં પધાર્યા. ત્યાં આગળ જીવ, અજીવાદિક પદાર્થ-સમુદાયના અર્થને ભણી ગણીને જેને અતિસ્થિર કરેલા છે, તેમજ ધર્મમાં અતિશય ભાવિક એવી ઈશ્વરી નામની શ્રાવિકા હતી. તે મહાશ્રાવિકા ચિંતવવા લાગી કે, “ દાન આપતાં આપતાં આજ સુધી કાળ પસાર કર્યો, હવે અત્યારે તે અતિઆકરો તદ્દન સુકા દુકાળનો ભીષણકાળ આવી લાગે છે. પિંડ આપનારની જેમ કદાચ દેહ-બલિદાનથી આપણે જીવીએ.”
હવે તે પંચત્વ પામીએ, તે જ તેનાથી આપણું કલ્યાણ છે. એક લાખપ્રમાણ ધન ખર્ચીને ક્ષીરનું ભોજન તેણે તયાર કર્યું. હવે અંદર ઝેર નાખીને પોતે ભક્ષણ કરવા ભાવના કરી. તે શ્રાવિકા વિચારવા લાગી કે “પંચ નમસ્કારનું મરણ કરી હું કુટુંબ સહિત આ ઝરમિશ્રિત જન કરી પ્રાણને પરિત્યાગ કરીશ, પરંતુ કદાપિ ભીખ નહિ માગીશ.’ તે સાર્થવાહી શ્રાવિકા જેટલામાં ઝેર ચૂર્ણ ભેજનમાં નાખવા તૈયાર થઈ, તેટલામાં જાણે પુણ્યથી આકર્ષાયેલા હોય, તેમ વજન મુનિ ત્યાં આવી પહોંચ્યા.
તેમનાં દર્શનથી આનંદિત થયેલી તે ચિંતવવા લાગી કે, “આ ચોગ બહ સંદર થયો, સમયે સુપાત્રદાનને લાભ થયો, તે તેમને પ્રતિભાભી પછી ઝેરમિશ્રિત ભોજન ખાઈને મરીશું.' મુનિને વંદના કરી ખીરથી પ્રતિભાભી તે વજન મુનિ પાસે લાખના મૂલ્યની ખીરનો પરમાર્થ પ્રગટ કર્યો. ત્યાર મુનિએ શ્રાવિકાને કહ્યું કે,
ખીરમાં ઝેર ન નાખીશ, મરણથી સયું, કારણ કે, આવતી કાલે માટે સુકાળ થવાને છે. શ્રી વાસવામી ગુરુ મહારાજે મને એકાંતમાં આ પ્રમાણે કહ્યું હતું કે, અહિં ભયંકર દુષ્કાળ છે, માટે તું દૂર દેશાવરમાં અને વિહાર કરતાં કરતાં જ્યાં લાખના મૂહવાળી પકાવેલી ખીર પ્રાપ્ત થાય, તે દિવસથી જ જાણ છે કે, હવે સુકાળ આવી પહાર છે.”
માટે હે ધર્મશીલે ! હવે જોઈએ તેટલા પ્રમાણમાં અનાજની સુલભતા થશે, તો વગર પ્રજને આવું અકાલમરણ શા માટે પામવું ?”
વળી વજન મુનિએ કહ્યું કે, “સુકાળ થવાના કારણે તમે સ્વસ્થ ચિત્તવાળા થાવ. એટલે કુટુંબ સમુદાયે ઉજજવલ પ્રવજયા સ્વીકારીને પિતાના સત્વથી પવિત્ર
"Aho Shrutgyanam