________________
બાહુબલીની કથા
[ ૬૩ ] “બાપા” ગાથા. નિશ્ચયથી વિચારીએ તો આત્માના શુભ કે અશુભ પરિણામ થતા હોય, તે પિતાને આત્મા જ જાણી શકે છે, પણ બીજે જાણી શકતા નથી. બીજાના આત્માના ચિત્તના પરિણામ જાણવા અતિ મુશ્કેલ છે. ધર્મ તે આત્મસાણિએ કરેલું પ્રમાણ છે, તેથી આત્મા વિવેક પ્રાપ્ત કરીને તેવા પ્રકારનું ધર્માચરણ કરે. જેથી અનુષ્ઠાન આત્માને સુખ કરનારૂં થાય. બીજાને રંજન કરવાથી આત્મા ઠગાય છે. (૨૩) ભાવના શુભાશુભ કારણમાં શું લાભ-નુકશાન થાય છે તે કહે છે. “” ગાથા-જે જે સમયે આ જીવ શુભ કે અશુભ ભાવથી જેવા પરિણામમાં પ્રવેશ કરે છે, તે જીવ તે તે સમયે ભાવને અનુસારે શુભ કે અશુભ કર્મ બાંધે છે. (૨૪) તેથી કરીને શુભ ભાવ જ કરો, પરંતુ ગર્વાદિથી ફ્રષિત ન કરવો. તે કહે છે. “વો’ ગાથા-અભિમાનાદિ કષાય સહિત જે ધર્મ થઈ શકતો હોય, તો ઠંડી, તાપ, વાયરાથી પરેશાની પામેલા અને વરસ દિવસ સુધી આહાર વગરના રહેલા બાહુબલી તેવા કલેશ ન પામત. (૨૫) બાહુબલીની કથા–
ઈન્દ્ર મહારાજાએ દક્ષિણ ભારતમાં શ્રી ઋષભ નામના પ્રથમ રાજ માટે શત્રુરહિત સુવર્ણની અયોધ્યા નામની નગરી બનાવી. સૂર્યકાન્ત અને ચન્દ્રકાન્ત મણિમય પુતબીઓ રત્નના ગૃહમાં દિવસે જાણે અગ્નિ, જળ, ઈન્દ્રજાળની જેમ શોભતી હતી. પ્રગટ સુંદર વર્ણવાળા સુવર્ણના બનાવેલા સદા દક્ષિણાવર્તવાળાં મકાનો બનાવેલાં હતાં. જેથી ભારત પૃથ્વીરૂપી સીની મધ્ય નાશિ હોય, તેમ તે નગરી શોભતી હતી. સર્વમુનિ અને સર્વ મનુષ્યમાં વૃષભ સમાન એવા ઋષભ ભગવંતના મોટા પુત્ર ગુણેમાં ચડિયાતા એવા શ્રી ભરત મહારાજા તે નગરનું, પ્રજાનું લાલન-પાલન કરતા હતા, ઈન્દ્રની પ્રચંડ આજ્ઞા ખંડન કરીને બળાત્કારથી જે તે તેના રાજ્યનું હરણ કરે તે તેના -ભુજાળની ખાણની શાંતિ થાય.
- ભરત મહારાજા ન્યાયનીતિ પૂર્વક રાજય પાલન કરતા હતા. ત્યારે કોઈક સમયે આ સ્થાન સભામાં ઉતાવળે ઉતાવળો દૂત આવીને વધામણ આપે છે, કે–“હે દેવ! આજે પુરિમતાલ ઉદ્યાનમાં દેવાધિદેવ ઋષભ પ્રભુને લોકાલોક પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન પ્રગટ થયું છે. વળી તરત જ બીજા દૂતે આવી વધામણ આપી કે, “હે પ્રભુ! આજે આયુધશાળામાં દશે દિશામાં પ્રકાશના કિરણોથી ઝળહળતું ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. તે સમયે ભારત રાજા વિચારવા લાગ્યા કે, આ બે સાથે મહોત્સવ ઉત્પન્ન થયા, તે હવે મારે બેમાંથી પ્રથમ પૂજા કોની કરવી? સૂર્યમંડળના પ્રચંડ એકઠા મળેલા પ્રકાશ-કિરણને જન્ધ જેમ સમગ્ર દિશાઓના અંધકારને દૂર કરે છે, તેમ આ ચકરા પણ અંધકારને દૂર કરનાર છે. આગળ વધતા કામ-ક્રોધાદિક ભાવશત્રુસમુદાયને શેકવામાં અપૂર્વ ગુણયુક્ત અને ત્રણે ભુવનમાં ધર્મચક્રવતી પણાનું
"Aho Shrutgyanam