________________
પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા
[ ૬૧ ] કરીને આ મેં શું વિચાર્યું, પર્વતના શિખર પર ચડતાં ચડતાં ખરેખર હું મોટા ઊંડા ખાડામાં પડશે. માગણ મોક્ષસુખની કરે છે, તે ખલ આત્મા ! ક્ષણમાં વળી તું તુચ્છ વિષયની ઈચ્છા કરે છે ? હે જીવ! ખરેખર જીવવાની ઈચ્છા કરીને તું કાલકૂટ ઝેરનું ભક્ષણ કરે છે. (૧૨૦) આમકાને ત્યાગ કરીને અત્યારે હું પરકાર્ય કરવા માટે ઉદ્યમી બન્યો છું.” આવી સુંદર ભાવનાના ગે તેણે સવયંસિદ્ધને અનુરૂપ સુકૃત ઉપાર્જન કર્યું, એ જ સમયે દુંદુભિને પ્રચંડ મહાશબ્દ સંભળાયો. શ્રેણિકે પૂછયું કે, “હે સ્વામી! આ શાને શબ્દ સંભળાય છે ? તે પ્રસન્નચંદ્ર મહામુનિ અતિપ્રસન્ન ચિત્તવૃત્તિવાળા થયા અને દરેક સમયે અતિ ઉત્તમ અથવસાયથી વિશુદ્ધિ પામતા પામતા લોકાલકને દેખવા સમર્થ એવું કેવલજ્ઞાન તેમને હમણાં ઉત્પન્ન થયું. તેથી દેવતાઓ આવીને તેમને કેવલજ્ઞાન–મહોત્સવ કરે છે.
આ પ્રમાણે સાતમી પૃથ્વીનું બાંધેલ પાપકર્મ નાશ કરીને, તથા બીજાં પણ ઘાતી-મહાદિક કમને ક્ષય કરીને બીજા લોકો ન જણાવે, તે પણ જાણી શકાય તેવા ઉત્તમ કેવળજ્ઞાનવાળા થયા.
હવે શ્રેણિકે પૂછયું કે, “આવું સુંદર કેવલજ્ઞાન હે સ્વામી! કયારે વિચ્છેદ પામશે ? ત્યારે પ્રભુએ કહ્યું કે, “આ આગળ બેઠેલ વિદ્યુમાલી દેવ સુધી.” શ્રેણિકે પૂછ્યું કે, “શું દેવતાને પણ કેવલ હાય” પ્રભુએ કહ્યું, “આજથી સાતમા દિવસે આ દેવ ઋષભદત્ત શેઠના પુત્ર થશે. તેનું નામ જ કુમાર પડશે. વળી તે દીક્ષા લઈને સુધર્માસ્વામીના શિષ્ય થશે. આ સાંભળીને એકદમ અનાદત દેવતા નૃત્ય કરવા લાગ્યા. રાજાએ પૂછ્યું કે શાથી? પ્રભુએ કહ્યું કે, “આના પૂર્વભવના વંશમાં આ શેખરરૂપ થશે, નાની વયમાં વ્રતાદિક પામશે, તે કારણે તે તુષ્ટ મનવાળે થયો છે. આ વિદ્યન્માલી દેવ નજીકમાં આવવાનો છે, છતાં આટલી કાંતિ તેને કેમ વતે છે?” તે કે “શિવકુમારના આગલા ભવમાં કરેલા તપના પ્રભાવથી.’ એ પ્રમાણે સાંભળીને વંદન કરીને રાજા ત્યાંથી નીકળ્યા. (૧૩) પ્રસન્નચંદ્ર રાજમહષિની કથા પૂર્ણ થઈ.
આ પ્રમાણે લોકોને રંજન કરવાની મુખ્યતાવાળે ધર્મ નથી, પરંતુ ચિત્તની શુદ્ધિથી પ્રધાન ધર્મ છે—એમ કહ્યું. (૨૦)
હવે પુરૂય-પાપ ક્ષય કરવામાં દક્ષ એવી આ જિનેશ્વરની દીક્ષા છે. એ વચનથી શેવ માફક ઠેષમાત્રથી ખુશી થનારને શિખામણ આપતા કહે છે –
बेसो वि अप्पमाणो, असंजमपएसु बट्टमाणस्स । f% પરિવ(૧) -વેë, વિહં ન માર વન્નતં? રહું धम्म रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओ मि अहं ।। उम्मग्गेण पडतं, रक्खइ राया जणवउ व्य ॥ २२ ॥
"Aho Shrutgyanam