________________
[ ૬૨ ]
પ્રા. ઉપદેશમાલાને મૂશનુવાદ अप्पा जाणइ अप्पा, जहडिओ अप्प-सक्खिओ धम्मो । अप्पा करेइ तं तह, जह अप्प-सुहावओ होइ॥ २३ ॥ जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण । सो तमि तंमि समए, सुहासुहं बंधए कम्मं ॥ २४ ॥ धम्मो मएण हुँतो, तो न वि सीउण्हावाय-विज्झडिओ।
संवच्छरमणसिओ, बाहुबलि तह किलिस्संतो ॥ २५ ॥
લોકોને રંજન કરનાર રિહરણ વગેરે ધારણ કરવારૂપ સાધુને વેશ અપ્રમાણ છે.” એકલો વેશ પહેરવા માત્રથી કર્મબંધનો અભાવ માનો એ યુક્તિ વગરની હકીકત છે. કોના માટે–જે પુરુષ એ છે કે સાધુને વેશ પહેર અને વળી તેનાથી વિરુદ્ધ અસંયમ સ્થાનકમાં–પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિનું મન કરે, તે તેના કર્મબંધન રોકાતાં નથી, એ વાત દષ્ટાંત આપીને સાબિત કરે છે, કોઈ પુરુષ વેષપરાવર્તન કરીને ઝેર ખાય, તો તેનું મૃત્યુ થતું નથી ? અર્થાત્ મૃત્યુ પામે જ છે, એ પ્રમાણે સાધુવેશ પણ. તે પુરુષ જે અસંયમ સ્થાનકનું સેવન કરે, તે સંસારના મારે તેને સહન કરે જ પડે છે. અર્થાત્ એકલો વેષ, કર્મબંધનથી રક્ષણ કરી શકતા નથી. (૨૧)
એ પ્રમાણે કર્મને અભાવ ઈછતા મનુષ્ય માત્ર મનની ભાવશુદ્ધિ જ કરવી, ચારિત્રના વેષની શી જરૂર છે ? તેના સમાધાનમાં જણાવે છે કે-નિશ્ચયનયથી તો ભારત–વકલચીરીના દષ્ટાંતથી તે વાત બરાબર છે, પરંતુ વ્યવહારનયથી તે વેષને પણ કર્મના અભાવને હેતુ કહે છે, ભાવશુદ્ધિમાં ઉપકારક હોવાથી. વેવ વગર તે કંઈ કરી શકતો નથી. આ વ્યવહાર પણ નિશ્ચયનય અનુસાર પ્રમાણ જ છે. અતિશયજ્ઞાન વગરના આ કાળના જીની પ્રવૃત્તિ તેનાથી જ દેખાય છે. તથા કહેલું છે કે-“જે જિનમતને સ્વીકાર કરતા હો, તે વ્યવહાર કે નિશ્ચયનય એકનો પણ ત્યાગ ન કરશો. વ્યવહારનયને ઉશ્કેદ થવાથી નક્કી તીર્થનો ઉચ્છેદ થાય છે.” ભાવશુદ્ધિને ઉપકારક વેષ કેવી રીતે તે કહે છે. ધર્મ-ગાથા. ધર્મનું રક્ષણ કરનાર વેષ છે. જે વેષને ત્યાગ કરવામાં આવે. તો પછીના કાળમાં અકાર્યની પ્રવૃત્તિ જોવામાં આવે છે. કદાચ વેષમાં રહીને અકાર્યાચરણ કરે, તે પિતે શંકા પામે છે કે, “હું દીક્ષિત થએલે છું” એમ માનીને અકાર્ય કરતાં અટકે છે. દષ્ટાંત કહે છે–ચેરી, પરદા રાગમન વગેરે અકાર્યના રસ્તે જનાર પુરુષનું રક્ષણ રાજા કરે છે. તે માટે કહેલું છે કે
અધમપુરુષ રાજભયથી કે દંડયથી, અપકીર્તિના ભયથી પાપસેવન કરતા નથી, પરલોકના ભયથી મધ્યમ અને સવભાવથી ઉત્તમપુરુષ પાપાચરણ કરતો નથી. રાજા જેમ લેકને અથવા ગામલોકને બેટે માર્ગે જતાં રોકે છે, તેમ વેષ કાર્યાચરણ કરતા રોકે છે. (૨૨)
"Aho Shrutgyanam