________________
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ
રાજાને દુર્જનનો સંગ, કુળવાન સ્ત્રીને ખરાબ શીલવાલાને સંસર્ગ, ઋષિમુનિઓને બાળકનું પાલન કરવું, તે લઘુતા લાવનાર છે.” મોટાભાઈ પ્રસન્નચંદ્રને ખબર પડી કે, મારો નાનો ભાઈ વનમાં વકલચીરી મનોહર યૌવનાવસ્થા પામ્યો છે– એમ સાંભળીને તાપસના વેષવાળી વેશ્યાઓને મેકલી. કહુ કે, “ખાવાના પદાર્થોથી
ભાવીને મારા ભાઈને વનમાંથી અહિં લા.” એટલે વેશ્યાઓ નવહાવભાવ, શૃંગારચેષ્ટાથી આકર્ષિત થાય તેમ કરીને તથા ચિત્તને આનંદ ઉત્પન્ન થાય તેવા લાડુ સહિત તેઓ વનમાં પહોંચી સમષિના શ્રાપથી ભય પામેલી વેશ્યાએ તેને દર્શન આપતી નથી.
અતિ મધુર સ્વાદવાળા લાડુ દૂર દૂર વૃક્ષ નીચે સ્થાપન કરે છે, તેના વાદથી આકષએલ તે દૂર સુધી નજીક આવે, ત્યારે તેને બોલાવે. પછી તાપસકુમાર વેશ્યાને પૂછે છે કે, “અરે તાપસે ! આ નવરસ પૂર્વ તમારા અંગની રચના કેવા પ્રકારની છે? તથા સુગંધી મુલાયમ મધુર વૃક્ષફ અને મૂળ પણ કયાંથી લાવ્યા ત્યારે તરુણીઓએ કહ્યું કે, “હે તાપસ! આ આશ્રમ અતિ નિઃસાર છે, પરંતુ પોતનપુરના આશ્રમમાં ઉડવા દીણને નો માર્ગ છે. આલિંગન આપી, ભાવી, રોમાંચ ખડાં થાય તેવા અનેક વિબ્રમવાળા કટાક્ષે ફેંકી વિશ્વાસુ બનાવી તાપસકુમારને કહ્યું કે, “ તમે અમાર આશ્રમે આવે, તે શ્રેષ્ઠ સ્વાદિષ્ટ વૃક્ષનાં ફળ આપીશું, બીજું પણ તમે જે કહેશે તે અમે કરીશું.” કરેલા સંકેત પ્રમાણે બીજા દિવસે તે વેયાએ. સાથે ચાલ્યા. સામે આવતા સમષિને દેખ્યા એટલે શાપના ભયથી તે સ્ત્રી ત્યાંથી નાસી ગઈ. પેલે વૃદ્ધ તાપસ અટવીમાં લાંબા કાળ સુધી આમતેમ અટવાયા.
જલચીરીને અટવીમાં કયાંય ન દેખવાથી સમર્ષિ આશ્રમમાં પહોંગ્યા. પિતાના પગલે પગલે અટવીમાં ભમવા લાગ્યા. વનની ગાઢ ઝાડીમાં આમ તેમ પરિભ્રમણ કરતા, આતશય ભૂખ-તરસથી પીડા પામતા તેને એક ગાડાવાળાએ જોયો. તેણે કહ્યું કે, તમારું અભિવાદન કરીએ છીએ.” ગાડાવાળાએ પૂછયું કે, “હે તાપસકુમાર! તમારે કયાં જવું છે ?” “મારે પિતનપુરના આશ્રમમાં જવું છે, પરંતુ તેના માર્ગની મને ખબર નથી”
તે તરફ જવાની ઈચ્છાવાળા ગાડાવાળાએ કહ્યું કે, “આપણે સાથે ચાલીએ. ગાડાવાળાની ભાર્યાને તે તાત ! તાત! એમ કહેવા લાગ્યા, એટલે તેણે પતિને કહ્યું કે, આ કઈ રીતે મને બોલાવે છે? હે વલલભ ! હું સ્ત્રી છતાં મને તાત કેમ કહે છે, તે કહે,” પતિએ સ્ત્રીને કહ્યું કે, “તું કેપ ન કરીશ. આ બિચારાએ હજી કોઈ દિવસ સ્ત્રીને દેખી નથી.” ગાડાવાળાએ તાપસકુમારને લાડવા ખાવા આપ્યાં, ત્યારે તે કહેવા લાગ્યો કે, “ પહેલાં પણ મેં આ ખાધા હતા. હવે મારા જાણવામાં આવ્યું કે, આ પિતનપુર આશ્રમનાં વૃક્ષનાં ફળ છે. વળી મને પૂછયું કે, અપૂર્વ રૂપવાળા આ વનના મૃગલાને અહિં કેમ ગાડામાં જે ડેલા છે? તેણે કહ્યું કે, “પિતનપુર
"Aho Shrutgyanam