________________
ANA
[ ૫૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ ભરત મહારાજાને આત્મસાક્ષિક ધર્મ
અહિં પરોપકાર કરવારૂપ તેલ જેમાં છે, દશે દિશાઓમાં જેમને પ્રકાશ ફેલાય છે એવા ઋષભદેવ ભગવંતરૂપ દીપક નિર્વાણ પામ્યા પછી દેવલોકમાં જેમ ઈન્દ્ર મહાશ, તેમ છ ખંડથી શોભાયમાન ભારતમાં પ્રજાવર્ગનું લાલન-પાલન શ્રી ભરત ચક્રવતી કરતા હતા. સુંદર શ્રેષ્ઠ શૃંગાર સજેલી, હાવભાવ સહિત અભિનય કરતી ૬૪ હજાર તરુણીઓની સાથે તે વિષયસુખ જોગવતા હતા. કોઈ વખત ભરત મહારાજાએ હરિચંદન રસનું શરીરે વિલેપન કરી દિપ સુંદર વસ્ત્રો પહેરીને કડાં, કંદોર, કુંડલ, બાજુબંધ, મુગુટ વગેરે અલકા પહેર્યો. આ પ્રમાણે આભૂષણથી અલંકૃત બની શરીર એભા દેખવા માટે નિમલ ફટિકમય આદર્શ ગૃહમાં પ્રવેશ કર્યો. આભૂષણોથી અલંકૃત દર અંગેનું વારંવાર નિરીક્ષણ કરતા હતા; એટલામાં અંગુલિરૂપ કેમલ કિસલયથી મુદ્રિકા સરી પડી એટલે તે આંગની શોભા વગરની દેખાવા લાગી. આંગળી શોભા વગરની દેખીને બાકીના સર્વ અંગેનાં આભૂષણે ઉતારીને પિતાનું સવાભાવિક રૂપ ભરત મહારાજાએ જોયું.
તે સમયે સવભૂષણથી રહિત શરીર-શોભા એવી દેખાવા લાગી કે, ગ્રહ, તારાગણ અને ચંદ્ર વગરનું આકાશમંડલ હોય અથવા જેમાંથી સર્વ કમલ ઉખાડી નાખેલાં હોય એવું સરોવર અથવા તે નસરૂપ દેરડીથી બાંધેલ, ચામડાથી મહેલ, હાડકાં, ફેફસાં, આંતરડાના સમૂહ જેવું આ શરીર છે. આવા પ્રકારનું આભૂષણ રહિત શરીર શેકા વગરનું દેખીને ભરત મહારાજા ચિંતવવા લાગ્યા અને મહાસવેગથી ઉગ વૈરાગ્ય ઉલસિત થયા કે, આવા અસાર શરીરનું મારે હવે પ્રયોજન નથી. કાલાગુરુ, કસ્તુરી, કેસર, ઘનસાર, કે તેવા ઉત્તમ સુધી પદાર્થોથી, શ્રેષ્ઠ આભૂષણોથી આ શરીરને સાચવીએ, લાલન-પાલન કરીએ કે શોભાનીએ તે પણ સ્વભાવથી જ આ શરીર અસાર છે. રમશાનમાં અલગ અલંકત કલેવર અનિથી દૂષિત થઈ બળી જાય છે અને પિતાને હવભાવ ત્યાગ કરે છે, તેમ આ નિભાંગી દેહ પોતાના સ્વભાવને ત્યાગ કરતા નથી. આ પ્રમાણે નિહિત મહાદેહને કારણે મેં મહાપાપ કર્યા, મૂઢ એવા મેં લાંબા કાળ સુધી અત્યંત રોદ્ર પાપ ગાંધ્યું. વિષય-માંસના ટુકડામાં મોહિત બનીને નિપુણ્યક થઈને શિવકલના કારણભૂત જિનદેશિત ધર્મનું મેં સુંદર આચરણ ન કર્યું. ચિંતામણિ, કલ્પવૃક્ષ અથવા કામધેનુ પ્રાપ્ત કરીને કર્યો ડાહ્યો પુરુષ તેનાથી પરાસુખ થાય ? મહાભાગ્યશાળી બાહુબલી વગેરે મારા ભાઈઓને ધન્ય છે કે, જેઓએ અસાર એવા શરીરથી સુંદર મોક્ષને મેળવ્યું.
અનેક પ્રકારના નિરંતર વિદવાળી કાયા છે, સનેહીને વિષે સુખ સ્થિરતા વગરનું છે, ગો મહારોગનું કારણ છે, કમળ સરખાં ને શલ્ય સરખાં છે, ગૃહ-સંસારમાં. પ્રવેશ કરે એટલે કલેશને નેતરું દેવાનું, તુછ લક્ષમી તે પણ સ્વભાવથી ચપળ
"Aho Shrutgyanam