________________
{ ૫૦ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જરનુવાદ જનમેલાને સુખે કરીને સમજાવી શકાય છે. ૨ વિશિષ્ટકુલમાં ઉત્પન્ન થયેલ હોય તે ચાહે તેટલો ભાર વહન કરે, તો પણ થાકતા નથી. માતા કુલ ઉત્તમ હોય તે જાતિવાળો વિનયવાળે થાય છે. ૪ રૂપવાળા હેય, તેનું વચન દરેક આદરપૂર્વક સ્વીકારે છે. ૫ દઢ સંકલનવાળા વ્યાખ્યાન, તપ, ક્રિયાદિઅનુષ્ઠાનમાં ખેદ પામતે નથી. ૬ ધૃતિવાળાને કોઈ તેવું સંકટ આવી પડે. તે દીનતા વહેતું નથી. ૭ શ્રોતા પાસેથી વસ્ત્રાદિકની અભિલાષા રાખતા નથી. ૮ બહુ બોલનારા કે આત્મપ્રશંસા કરનાર ન થાય. ૯ શિવે સાથે કપટભાવથી ન વતે. ૧૦ સૂત્ર એવાં પરિચિત કર્યા હોય, જેનો અર્થ ભૂલી ન જાય. ૧૧ જેના વચનનું કોઈ ઉલંઘન ન કરે, ૧૨ પરવાદીઓથી ભ ન પામે. ૧૩ નિદ્રાને જિતેલી હોવાથી અપ્રમત્તપણે વ્યાખ્યાનાદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરે. અતિશય નિષ્કારણુ સૂના શિષ્યોને શિખામણ આપનારા હાય. ૧૪ મધ્યસ્થ પક્ષપાતરહિત ગચ્છને સારી રીતે સાચવી શકે છે. ૧૫–૧૬-૧૭ દેશ-કાલ-ભાવને જાણનાર દેશાદિકના ગુણે જાણીને યથાયોગ્ય વિચારે છે અને હૃદયને જિતનારી દેશના આપે છે. ૧૮ ઉત્તમ જાતિ-કુળવાળો ગમે તેવા પ્રશ્નોના ઉત્તર આપવા સમર્થ બની શકે છે. ૧૯ જુદા જુદા દેશમાં જન્મેલા શિષ્યોને ધર્મમાગે લડવામાં તે સમર્થ બની શકે છે કે, જે વિવિધ દેશની ભાષાઓ જાણેલી હાય. ૨૦-૨૪-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચારરૂપ પાંચ પ્રકારના આચારવાળો હોય, તે તેનું વચન શ્રદ્ધા કરવા લાયક થાય છે. ૨૫-સૂત્ર, અર્થ અને તદુભય જાણનાર ઉત્સ-અપવાદ સારી રીતે પ્રરુપણ કરી શકે છે. ૨૬-ર૯ ઉદાહરણ, હેતુ, કારણ, તકનિપુણ આ સર્વ જાણનાર હોય તેથી સમજી શકાય એવા પદાર્થોના ભાવોને સારી રીતે પ્રરૂપી શકે છે, એકલા આગમનું શરણ કે આધા૨માત્ર ન સ્વીકારે તેમાં ઉદાહરણે અનિઆદિની સિધિમાં રસેડા વગેરેનાં દષ્ટાન્ત, હેતુઓ જેનાથી સાધ્ય જાણી શકાય તેવા ધૂમવાન પર્વત વગેરે, કારણે નિમિત્ત કારણ, પરિણામી કાર, ઘડા બનાવવામાં ચક્ર, કુંભાર, માટીને પિંડ વગેરે માફક, નો- નિગમ, સંગ્રહ, વ્યવહાર વગેરે. ૩૦ મંદબુદ્ધિવાળા શિષ્યને અનેક પ્રકારે સમજાવીને શિષ્યને અર્થ ગ્રહણ કરાવવામાં કુશળ. ૩૧ બીજામતનું ખંડન કરીને પિતાને મત સુખપૂર્વક પ્રરૂપે. ૩૨ ગભીર-ગમે તેવું મહાન કાર્ય સિદ્ધ કરીને “મેં આ કર્યું' એમ અભિમાન ન કર. ૩૩ તેજસ્વી પરવાદીઓ જેને દેખીને ક્ષોભ પામે. ૩૪ મરકી દિ મહારાગના ઉપદ્રવને દૂર કરનાર, ૩૫ સૌમ્ય-પ્રશાન્ત દષ્ટિ હોવાથી સમગ્ર લોકોને પ્રીતિ ઉત્પન્ન કરાવનાર. ૩૬ આવા પ્રકારના સેંકડો ગુથી યુક્ત હોય, તે આગમરહસ્ય કહેવા માટે સમર્થ થઈ શકે છે. (૧૧). કયા કારણથી ગુરુના આટલા ગુણો તપાસવા જોઈએ?
कइया वि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिएहि पक्यणं, धारिज्जइ संपयं सयलं ॥ १२ ॥
"Aho Shrutgyanam'