________________
ચંદનબાવાની કથા
[૪૩]
ત્રણ દિવસ કંઈ પણ ભેજન ગ્રહણ કરેલ ન હોવાથી એકદમ ભૂખી થએલી, જાણે હાથીએ કમલિનીને મૂળમાંથી ઉખેડી નાખી હોય, તેના સરખી આ બાલા સુધાના કારણે ભોજન ઈચ્છતી હતી. અત્યારે મૂળા પાસેથી તે કંઈપણ મેળવી શકાય તેમ ન હતું. કોઈ પ્રકારે બાફેલા અડદના બાકળા દેખ્યા, તે લઈને સૂપડાના ખૂણામાં અર્પણ કર્યા.
ધનશેઠ બેડી લાવવા માટે લુહારને બોલાવવા માટે ગયા. ચંદના આ બાળા દેખીને પિતાના પિતાના ઘરને યાદ કરી ૨૩વા લાગી. “મને લાગલગાટ ત્રણ ઉપવાસ થયા છે, અત્યારે તેવા કોઈ અતિથિ નથી કે જેમને પ્રતિભાભીને પછી હું પારણું કરું, આવી દુરસ્થિતિમાં પણ જે કંઈ સાધુ ભગવંત મળી જાય, તે તેમને પ્રતિલાભીને પારણું કરું. એ ભાવના ભાવતી હતી. તેવા સમયે ચંદનાના પુણ્યથી પ્રેરિત થયા હોય તેમ, સૂર્ય તીવ્ર તેજથી જેમ શોભતું હોય તેવા, અગ્નિમાં તપાવેલ સુવર્ણ સરખી કાંતિવાળા, જામ કલ્પવૃક્ષ સરખા અભિગ્રહવાળા મહાવીર ભગવંત પધાર્યા. શું બીજે મેરુ પર્વત અહિં ઉત્પન્ન થયે અથવા તે દીક્ષા ગ્રહણ કરેલ કામદેવ છે? અથવા વૃદ્ધિમાન ધર્મદેહ છે? તે ભગવંતને દેખીને ચિંતવવા લાગી કે, “અહાહ ! અત્યારે અતિથિને મને વેગ થયો. અહાહ ! મારા પુણ્યોદય કેટલે પ્રબળ છે? અતિથિવિષયક માશ મનોરથ પૂર્ણ થયા. પ્રભુને ઘર આવેલા દેખીને ઝકડાએલી છત ઉભી થઈ, ઊંબરાની બહાર એક પગ મૂકીને આંસુપ્રવાહ ચાલી રહેલે હતે. અને કહેવા લાગી કે, “હે ભગવંત! આ અડદના બાકળા ગ્રહણ કરીને આપ પારણું કરે.” એ સાંભળીને પોતાનો અભિગ્રહ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સ્વરૂપે પૂર્ણ થયો છે.” એમ સ્મરણ કરીને પોતાના હાથ લંબાવી અંજલિ એકઠી કરી, એટલે સૂપડાના ખૂણામાં રહેલા બાકળા વહેરાવ્યા. તીર્થંકર પરમાત્માના પારા-મહેસવામાં પોતાના પરિવાર સહિત ઈન્દ્ર મહારાજા આવ્યા. બહાર દેવદુંદુભિ વાગવા લાગી ભગવંતનો અભિગ્રહ લાંબા સમયે પૂર્ણ થવાથી સર્વે લોકો આનંદ પામ્યા. સુગંધી પુષ્પસમૂહની વૃષ્ટિ થઈ. તે સમયે રત્ન-સુવર્ણના કંકણ, મણિના હાર, વસુધારાની વૃષ્ટિ થવા લાગી. દરેક ઘરે તે , વજા, ચડઉતર કળશની શ્રેણીઓ કરવામાં આવી હતી. વસ્ત્રો ઉછાળતા હતા. કેટલાક કાપાલિકા “ અહેહે! સુંદર દાન આપ્યું” એવી ઉદષણા કરતા હતા. હર્ષથી સુરસમુદાય નૃત્ય કરતા હતા. સીધા ચંચળ મોરપિચ્છને કલાપ હોય, તેમ ચંદનાના મસ્તક ઉપર કેશકલાપ ઉત્પન્ન થયા.
પગમાં સાંકળ ઝકડી હતી, તે અદશ્ય થઈને સુંદર મણિમય નુપૂર દેખાવા લાગ્યા, વસંત ઋતુમાં નવીન નવીન ઉત્તમ રંગવાળાં પુપ સમાન પંચ વર્ણવાળા સુંદર
શમી વસ્ત્રો પહેરલા દેખાયાં. (૭૫) વળી દરેક અંગ ઉપર મરકત, માણિજ્ય, ચમકતાં મોતી, પદ્મરાગ વિઠ્ઠમના જડેલા અલંકાર અને આભૂષણોથી અલંકૃત થએલી, દૂર થયેલા દુષણવાળી ચંદના વસ્ત્રાભૂષણથી સુશોભિત દેખાવા લાગી.
"Aho Shrutgyanam