Book Title: Tattvartha Trisutri Prakashika
Author(s): Vijaylavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ વાચકવર ઉમાસ્વાતિજી મહારાજ દશપૂર્વધારી હતા તેમ જૈન જગતમાં પ્રસિદ્ધ છે. છતાં દશપૂર્વધરપણાના ઉલ્લેખનો સ્પષ્ટ આધાર મળતો નથી. આમ છતાં તેઓના નામ આગળ વાચક શબ્દનો પ્રયોગ છે અને વાચક શબ્દ તે વખતે પૂર્વધરપણાનો સૂચક હતો તે ચોકકસ જ છે. તેઓશ્રીના ગુરુ પાછળ આપણે અહીં વાચક શબ્દનો અર્થ વાચકવંશ નથી લઈ શકતા. જો વાચકવંશના જ શ્રીઉમાસ્વાતિ વાચક મહારાજ હોત તો પોતાના ગુરુશ્રીને પણ તે વંશમાં થયેલ તરીકે ઉત્તરોત્તર વાચક શબ્દ જોડત માટે વાચકવંશ લઈ શકાશે જ નહિ. વળી વાચકશ્રી શિવશ્રી મહારાજની ગેરહાજરી કે વૃદ્ધાવસ્થાને કારણે દીક્ષાગુરુ શ્રીઘોષનંદિ આચાર્યું હોવા છતાં વાચકાચાર્યું શ્રીમૂલાચાર્ય પાસે તેઓ વધુ અભ્યાસ કરે છે. એટલે અગ્યાર અંગ ઉપરાંતનો અભ્યાસ કરવા તેઓ વાચકાચાર્ય શ્રીમૂલાચાર્ય પાસે જાય એ તો સ્વાભાવિક જ છે. એટલે બારમા અંગનો અભ્યાસ તેમની પાસે કરેલો હોવો જોઈએ. બારમા અંગમાં મુખ્ય તો પૂર્વે જ છે એટલે વાચકશ્રી ઉમાસ્વાતિ મહારાજ પૂર્વના જ્ઞાતા હતા એમ ભાષ્યની છેલ્લી પ્રશસ્તિ-કારિકાનો વિચાર કરતાં સમજી શકાય છે પરંતુ કેટલા પૂર્વના જ્ઞાતા હતા ? એ પ્રશ્ન ઊભો રહે છે. તેનો કંઈક પત્તો જૈન શૈલીમાંથી મળી શકે છે. સામાન્ય એવો નિયમ છે કે –“ગણધર ભગવંતો, ચૌદ પૂર્વધારો અને છેલ્લામાં છેલ્લા સંપૂર્ણ દશ પૂર્વધરનું રચેલું સૂત્ર પ્રમાણભૂત ગણાય છે.” કેમકે સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ તો અભવ્યો પણ કરે છે. એટલે તેમનું સૂત્ર પ્રમાણભૂત ન ગણી શકાય અને દશપૂર્વધરના સૂત્રમાં તો સમ્યકત્વવંત હોવાની શંકા જ નથી રહેતી એટલે તે માન્ય ગણવામાં કોઈ વાંધો રહેતો નથી. તે પ્રમાણે તત્ત્વાર્થસૂત્ર એક દ્વાદશાંગીના વ્યવસ્થિત સાંગોપાંગ પ્રતિબિંબરૂપ સૂત્ર છે અને તેને પ્રમાણભૂત માનવાથી તેઓ દશપૂર્વી હશે એમ માન્ય કર્યું હોય, દિગંબર વિદ્વાનોમાં શ્રુતકેવલીદેશીય* કહેવાય છે. તેમ જ દશપૂર્વધરનો પ્રવાદ સાંભળવામાં આવે છે આટલા કારણોથી તેઓશ્રીને જ્યાં સુધી બીજ બાધક પ્રમાણે ન મળે ત્યાં સુધી દશપૂર્વેધર કહેવાનો હરકત નથી, શ્વેતાંબર તથા દિગંબર એમ બન્નેય લેખકોનો તેમાં વિરોધ નથી. ઉમાસ્વાતિવાચક મહારાજનો જન્મ ચોધિકા ગામમાં થયો છે અને કૌભીષણ ગોત્રના સ્વાતિ બ્રાહ્મણ પિતાના તનના સારરૂપ (તનય) અને વત્સ ગોત્રના ઉમા નામની માતાથી જન્મ પામેલ (સુત) હતા. શ્રી આર્ય શ્રેણિક મહારાજના વખતથી નીકળેલી ઉર્નાગર શાખાના પોતે વાચક પૂર્વધર આચાર્ય હતા, વાચકશ્રી શિવશ્રી પૂર્વધર મહારાજના શિષ્ય અગ્યાર અંગના જાણકાર શ્રીઘોષ નંદિ આચાર્યને શિષ્ય હતા છતાં મહાવાચક અને શ્રીશ્રમણ ભગવાન શ્રીમુંડાદ આચાર્યના શિષ્ય વાચકશ્રી મૂલાચાર્યના પોતે વિદ્યાશિષ્ય હતા. પાટલીપુત્રમાં વિચરતા હતા ત્યારે તેઓશ્રીએ આ સૂત્રની રચના કરી છે. આટલી વાત પ્રશસ્તિ ચોક્કસ સ્વરૂપમાં પૂરી પાડે જ છે. શ્રી આર્યશ્રેણિક મહારાજા પછી ઉચ્ચત્નગર શેખા નીકળી. તે શાખામાં વાચકશ્રી થયા છે એટલે શ્રી વીર પ્રભુના નિર્વાણ પછી લગભગ ૪૭૧ વર્ષે ઉશ્ચર્નાગર શાખા નીકળી અને દિગબર પૂજ્યપાદાચાર્યની સર્વાર્થસિદ્ધિ નામે ટીકા શ્રીવીર નિર્વાણ પછી લગભગ અગિયારસો વર્ષે રચાઈ છે. આ ૬૦૦ વર્ષોના ગાળામાં શ્રીઉમાસ્વાતિ વાચક થયા, એટલું નિર્વિવાદ નિશ્ચિત થાય છે એટલે રાજા વીરવિક્રમની પહેલાં લગભગ કે બીજી સદીમાં તેઓ થઈ ગયેલા અનુમાનથી માની શકાય છે પરંતુ તેમનો ચોક્કસ વખત નકકી કરવાને હજુ પ્રત્યક્ષ પૂરાવા મળી શકતા નથી. પ્રાચીન ગ્રંથકારોના પ્રાચીન ઉલ્લેખોથી હજુ વ્યવસ્થિત સ્વતંત્ર સંકલન કરીને ઐતિહાસિક સત્યો તારવવાની મહેનત કરવાથી વખત જતાં તેમનો ચોક્કસ સમય હાથ લાગી જવાનો સંભવ છે. સર્વાર્થસિદ્દિકારેના સમય પહેલાના ગ્રંથમાં તત્ત્વાચૅના કોઈપણ ભાગનો ઉલ્લેખ વગેરે સાધક પ્રમાણ મળી જાય તો તેની પૂર્વે, તથા શ્રીવીર સેવી જગત પછીની કોઈ રચનાના સાધક-આધક ઉલ્લેખોથી તેના સમયની અનિશ્ચિતતા જેમ જેમ ઘટતી જશે, તેમ તેમ નિશ્ચિતતા તરફ જવાતું જશે. ૪—તત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતિ મહારાજની પરંપરા શ્રીતત્વાર્થસૂત્રકાર પ્રભુ મહાવીર પરમાત્માની મૂલ પરંપરા કે જેનું નામ પાછળથી શ્વેતાંબર પડ્યું છે તેમાં થયેલા હોવાનું તત્ત્વાર્થે ભાષ્યની પાછળની પ્રશસ્તિ પૂરવાર કરે છે. કેમ કે દિગંબર સંપ્રદાયમાં ઉર્નાગરી શાખાને ક્યાંય ઉલ્લેખ ન હોવાથી તેનો સંભવ જ નથી. વળી તત્ત્વાર્થની રચના દિગંબર સંપ્રદાયના જુદા પડવા * तत्त्वार्थसूत्रकर्तारमुमास्वाति मुनीश्वरम् । श्रुतकेवलिदेशीयं वन्देऽहं गुणमन्दिरम् ॥

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 150