Book Title: Tattvartha Trisutri Prakashika
Author(s): Vijaylavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ ર આ ત્રિસૂત્રી ઉપર મહાનૈયાયિક મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે ત્રિસૂઝ્યાલોક નામનો ગ્રંથ અનાવ્યો હોવાના પૂરાવા મળે છે. પરંતુ તે ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. તેમની અપૂર્વ પ્રતિભાશક્તિથી વિવેચક અને છણાવટપદ્ધતિએ રચાયેલો તે ગ્રંથ જો ઉપલબ્ધ હોત તો આ ત્રિસૂત્રીનું વિવરણ કોઈ નવીન જ પ્રકાશ રેલાવત તેમાં શંકાને સ્થાન નથી. ?—આખા ગ્રંથ ઉપર ટીકા ન કરતાં ત્રિસૂત્રીની ટીકા કરવાનું કારણ આખા તત્ત્વાર્થસૂત્રમાં આ ત્રિસૂત્રી ખૂબ જ મહત્ત્વનું સ્થાન ભોગવે છે. કારણ કે વસ્તુપ્રતિપાદનશૈલીરૂપ સ્યાદ્વાદ સિદ્ધાન્ત કે જે જૈનશાસનનું સર્વસ્વ છે તે તેમાં પ્રતિપાદિત કરેલો છે. સિદ્ધસેનગણિએ પ્રૌઢ રીતે આ ત્રણ સૂત્રનું વિવરણ કર્યું છે. છતાં તે વિવરણ સમજવા માટે આજે તેના સ્પષ્ટીકરણુરૂપ ટીકાની ખૂબ જ આવશ્યકતા છે જે ગ્રંથને અવલોક્યા વિના સમજી શકાય તેમ નથી. ત્રિસૂત્રીપ્રકાશિકાના અનાવનાર કોણ— જૈનશાસનનો અંકુર, પાવિતતા અને સૌરભમાં જો કોઈનો મહાન ફાળો હોય તો તે ત્યાગપ્રધાન સાધુ મહાત્માઓનો છે. આજે વિદ્યમાન જૈનશાસન અને તેની સંસ્કૃતિના મૂર્ત અમૂર્ત સર્વે સ્મારકોના પ્રેરક ઉપદેશ અને નિયંતા તે મહાપુરુષો છે. જૈનશાસનમાં વિદ્યમાન ગ્રંથરત્નોનો નવાણું ટકા ભાગ આ જ મહાત્માઓના હાથે પાવિત થયો છે અને રક્ષાયો છે. વિદ્યમાન વર્તમાન શાસનમાં ત્યાગી મહાત્માઓમાં પ્રધાન ગીતાર્થશાસનરક્ષક અજોડ પ્રતિભાસંપન્ન પરમપૂજ્ય આચાર્યદેવ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પ્રધાન શિષ્યોમાંના એક પ્રસિદ્ધ આચાર્યે વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ છે. સ્—ત્રિસૂત્રીપ્રકાશિકા અને આચાર્યમહારાજ લાવણ્યસૂરિજીનો પરિચય હરહમેશ કવિ, ગ્રંથલેખક કે ચર્ચાકાર તે તે વિષયમાં એકરૂપ ન બને ત્યાં સુધી કવિતા, ગ્રંથ કે ચર્ચામાં સફ ળતા પામી શકતા નથી. તેઓની તન્મયતા એટલી બધી હોય છે કે આહાર, વિહાર અને નિદ્રામાં પણ તેની તે જ વાત તેમના જીવનમાં રમ્યા કરે છે. ત્રિસૂત્રીકાર આચાર્યનું જીવન જ તત્ત્વાર્થસૂત્રનો અર્થવિન્યાસ કહીએ તો ખોટું નહિ ગણાય કારણ કે તત્ત્વાર્થમાં જ્ઞાન, જ્ઞેય અને ચારિત્રને પ્રતિપાદન કરવામાં આવ્યો છે તે ત્રણે તેમના જીવનમાં તે તે સ્વરૂપે ઓતપ્રોત રહ્યાં છે. આથી તત્ત્વાર્થસૂત્રના મૂળ કર્તા ઉમાસ્વાતિ મહારાજ અને તેને પરિષ્કૃત કરી જગતને દિગ્મૂઢ કરે તેવી વ્યાખ્યાથી પરિષ્કૃત કરનાર સર્વવ્યાખ્યાકારી જ્ઞાન અને ચારિત્રને ઓતપ્રોત કરનાર હોવાથી આ ગ્રંથની માહ્ય અને આંતર મહત્તા છે. પૂ. આચાર્ય વિજયલાવણ્યસૂરિજી મહારાજ સાહિત્ય, વ્યાકરણ, ન્યાય અને તત્ત્વજ્ઞાનના અજોડ વિશારદ હોવા સાથે સુંદર વિવેચક ગ્રંથકાર, વ્યાખ્યાતા અને પ્રતિભાસંપન્ન આચાર્ય છે. તિલકમંજરી ઉપરની તેમણે બનાવેલી પરાગ ટીકાથી તેમની ગ્રંથનિર્માણ શક્તિ પ્રસિદ્ધ છે. જૈનજૈનેતર સર્વ વિદ્વાન કે અભ્યાસીને અતિ ઉપયોગી થતા ધાતુરભાકરના મહાકાય વિભાગો તેમની પરિશ્રમશક્તિ અને વ્યાકરણજ્ઞાનનું ઊંડાણ જણાવે છે. ન્યાય, તત્ત્વજ્ઞાન અને સુંદર વિવેચકપણાનું દર્શન આપણને ત્રિસૂત્રીપ્રકાશિકા ટીકામાં પદે પદે થાય છે. કારણ કે ત્રિસૂત્રિપ્રકાશિકા ટીકા અનેક યુક્તિસંપન્ન રચનાથી ભરપૂર તત્ત્વજ્ઞાન સાથે પદે પદનું સુંદર વિવેચન કરે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિવિરચિત સિદ્ધહેમ ઉપર સ્વોપણ ન્યાસ ૮૪૦૦૦ શ્લોકપ્રમાણ હોવાનું મનાય છે તેમાંથી આજે ૧૬૦૦૦ શ્લોકપ્રમાણ મળે છે. આ અપૂર્ણ ન્યાસને પૂર્ણ કરવાનું ભગીરથ કાર્ય આચાર્ય શ્રીવિજયલાવણ્યસૂરિજીએ ઉપાડ્યું છે અને જેની શરૂઆત પણ કરી ચૂક્યા છે. આથી તેમનામાં અપૂર્વ ગ્રંથ નિર્માણ કરવાની શક્તિ પણ અજોડ છે. આટલું પ્રાસંગિક જણાવ્યા બાદ તત્ત્વાર્થસૂત્ર ભાષ્ય અને સિદ્ધસેનગણિવરની ટીકા આ ત્રણ ઉપરની આ ટીકા હોવાથી ત્રણના રચિયતા અને રચનાનો વિચાર કરવો પ્રથમ જરૂરી છે. ૩—તત્ત્વાર્થસૂત્રકાર તથા ભાષ્યકાર ઉમાસ્વાતિ મહારાજનો પરિચય પૂર્વધર ઉમાસ્વાતિ મહારાજ પ્રભુ મહાવીર પરમાત્માના શાસન-આકાશમાં નિર્મળ કીતિરૂપ જ્યોત્સાથી ચંદ્રસમાન પ્રકાશી ગયા છે, તે વસ્તુ તત્ત્વાર્થસૂત્ર વાંચતાં સ્પષ્ટ જણાય છે. તેમનો સમય આજના કરતાં વધુ પ્રગતિશીલ વાડ્મયની સૌરલવાળો હતો. આ ગ્રંથ તેમણે ખૂબ સ્થિર બુદ્ધિથી કોઈ પણ જાતના પ્રવાહમાં તણાયા વિના તત્ત્વજ્ઞાનથી ભરપૂર હોવાથી રોજ ને રોજ વિચારતાં નવી નવી વસ્તુ દર્શાવે તેવો તેમણે રચ્યો છે. આ તત્ત્વાર્થગ્રંથના શબ્દે શબ્દે અને સૂત્રે સૂત્રમાં મહાજ્ઞાનીપણાનો, પ્રૌઢતાનો અને સંયમની એકરસતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 150