________________
મંગળ પર જીવન હોવાની આશા વધી
નવભારત ટાઈમ્સ : તા. ૨૪/૫/૦૭
ગરમી વધી રહી છે. વરસાદ ઘટી રહ્યો છે. આતંકવાદ વકરી રહ્યો છે. કુદરતી આફતો વધી રહી છે. મંદી વધી રહી છે. માંદગી કાળો કેર વર્તાવી રહી છે. મોંઘવારી માઝા મૂકી રહી છે. નૈતિકતા ખાડે જઈ રહી છે. પરિવારો તૂટી રહ્યા છે. અવિશ્વાસ વધી રહ્યો છે. ટૂંકમાં, જે જીવન અત્યારે જીવાઈ રહ્યું છે એમાં ‘મંગળ’નો કોઈ અનુભવ થતો નથી અને વૈજ્ઞાનિકો મંગળમાં ‘જીવન’ હોવાનું સાબિત કરવા લાખો-કરોડો રૂપિયા ખરચી નાખવા તૈયાર થઈ ગયા છે! આને પ્રજાજનોનું દુર્ભાગ્ય સમજવું? કે વૈજ્ઞાનિકોની બેવકૂફી સમજવી? એક પણ સુશિક્ષિત સજ્જન એવો પ્રજાજન સરકારને આ પૂછવા તૈયાર નથી કે પડતાને પાટું ન મારવાની, દાઝયા પર ડામ ન દેવાની અને ઘા પર મીઠું ન ભભરાવવાની. તો આ દેશની ભવ્ય પરંપરા રહી છે. તમે મંગળ પર “જીવન” હોવાના પ્રયાસો બંધ કરી સર્વક્ષેત્રીય અપમંગળરૂપ બની ચૂકેલા અમારા જીવનને મંગળરૂપ બનાવવાના પ્રયાસો શરૂ કરી દો ને? અમે આ દેશને જ ‘મંગળ’નો ગ્રહ માની લઈને નાચવા લાગશું.
૧0