________________
સુરક્ષિત નારી, આપણાં સહુની જવાબદારી .
હિન્દુસ્તાન : તા. ૩૧/૫/૦૦
કયા ક્ષેત્રમાં આજે નારી સુરક્ષિત છે? ડિસ્કો થેકમાં? પબમાં ? હોટલોમાં? બગીચાઓમાં?
ઑફિસોમાં ? નાટ્યગૃહોમાં? દુકાનોમાં? નાટકોમાં ? કૉલેજોમાં? સિનેમાઓમાં? સ્કૂલોમાં? પેપરોમાં ? રસ્તાઓ પર ? મેગેઝીનોમાં? સર્વત્ર નારીને ‘ખુલ્લી કરી દેવાની જાણે કે ગળાકાપ પ્રતિસ્પર્ધાઓ ચાલી રહી છે. રોટલાનો ટુકડો મળતો હોય તો કૂતરો જેમ તમામ પ્રકારની ગુલામી કરવા તૈયાર થઈ જતો હોય છે તેમ પૈસા અને પ્રસિદ્ધિ મેળવવા નારી જે પણ હદે નીચે ઊતરવું પડે તેમ હોય એ હદે નીચે ઊતરવા તૈયાર થઈ ગઈ છે. સૌદર્ય સ્પર્ધાઓ, ફૅશન શો, જાહેરાતો વગેરે તમામ સ્થળોએ જે રીતે નારીના શરીરનાં બેહૂદાં પ્રદર્શનો થઈ રહ્યા છે એ જોયા પછી સુરક્ષિત નારી, આપણા સહુની જવાબદારી આ નારાને આપઘાત કરી દેવાનું મન થઈ જાય તો ના નહીં.
૪૦