Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 53
________________ આંધળું ઔધોગીકરણ કલ્યાણકારી નથી ગુજરાત સમાચાર : તા. ૪/૬૦૦ ધનલંપટ પાસે સંતોષની આંખ? અસંભવ ! સ્ત્રીલંપટ પાસે વિવેકની આંખ? અસંભવ ! સત્તાલંપટ પાસે ઔચિત્યની આંખ? અસંભવ ! ઔદ્યોગીકરણ હંમેશાં આંધળું જ રહેવાનું કારણ કે વિવેકનો અંધાપો આવ્યા પછી જ તો ઔદ્યોગીકરણનું ભૂત મગજ પર સવાર થાય છે. પર્યાવરણનું જે થવું હોય તે થાઓ, નાના માણસોનું જે થવું હોય તે થાઓ, પશુઓનું જે થવું હોય તે થાઓ, જીવસૃષ્ટિનું જે થવું હોય તે થાઓ પણ, ઔદ્યોગીક વિકાસ થવો જ જોઈએ. હા, આ મનોવૃત્તિ વિના ઔદ્યોગીકરણના ક્ષેત્રે દોટ લગાવી શકાય તેમ જ નથી. આજે ‘વિકાસ’ નું એક જ ક્ષેત્ર રહ્યું છે, ઔદ્યોગીકરણ, પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતાના વિકાસને આજે કોઈ વિકાસ માનવા તૈયાર જ નથી. પૈસાનો વિકાસ એ જ સાચો વિકાસ’ આ વ્યાખ્યા આજે ઘટઘટમાં સ્થિર થઈ ગઈ છે. આ સ્થિતિમાં જાતને બચાવી લેવા સિવાય બીજો કોઈ આરોવારો નથી. ૫૩

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100