Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 55
________________ દ. થી આ દેશમાં ગરીબ વધુ ગરીબ થતો જાય છે, અમીર વધુ અમીર - પ્રખર અર્થશાસ્ત્રી પ્રણવસેન હિન્દુસ્તાન: તા. ૬૬/૦૭ ગરીબ વધુ ગરીબ થતો જાય છે કે પછી ગરીબ વધુ ને વધુ ગરીબ બનતો જાય એવી નીતિઓ સરકાર બનાવી રહી છે? અમીર વધુ અમીર થતો જાય છે કે પછી અમીર વધુ ને વધુ અમીર બનતો જાય એવી જ નીતિઓ સરકાર ઘડી રહી છે? ઉપજાઉ ભૂમિ પર ફૅક્ટરીઓ નાખવાની અને ઔદ્યોગિક વસાહતો ઊભી કરી દેવાની ઉદ્યોગપતિઓને અપાઈ જતી કાયદેસરની સરકારી સંમતિ એ છે શું? માંડ માંડ પેટિયું રળતા ગરીબોને ભિખારી બનાવી દેવાનું યંત્ર અને કરોડોમાં આળોટતા શ્રીમંતોને અબજોમાં આળોટતા કરી દેવાનું ગજબનાક આયોજન ! મૉલ સંસ્કૃતિ’ ના વાજતે-ગાજતે પ્રવેશ પાછળનું રહસ્ય શું છે? નાના નાના વેપારીઓને રસ્તા પર લાવી દેવાનું કારસ્તાન અને મોટા મોટા ઉદ્યોગપતિઓનાં બેંક ખાતાંઓને સાગર જેવા વિરાટ બનાવી દેવાની હિલચાલ ! પ્રભુ આ દુનિયાને રાજકારણીઓથી બચાવે !

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100