________________ ઉદારીકરણનું ઈનામ : બાળમજૂરોની સંખ્યામાં 10 ટકાનો વધારો દૈનિક ભાસ્કર: તા. 13/6/07 ટ્રેક્ટર આવે, બળદો નકામા થઈ જાય. રિક્ષા આવે, ઘોડાગાડી નકામી થઈ જાય, ઘોડા નકામા થઈ જાય. મશીનો આવે, માણસો નકામા થઈ જાય. નકામાં થઈ ગયેલા માણસો કરે શું? કાં તો અપરાધોના જગતમાં દાખલ થઈ જાય અને કાં તો પેટ ભરવા માટે, પરિવારને પોષવા માટે પરિવારના નાના-મોટા તમામ સભ્યોને કોક ને કોક કામે લગાડી દે. ઉદારીકરણે આ જ તો કર્યું છે. એક બાજુ અપરાધીઓ વધારી દીધા છે તો બીજી બાજુ બાળમજૂરો વધારી દીધા છે. જેઓ પણ ઉદારીકરણની ભરપેટ તરફેણ કરી રહ્યા છે એ સહુને મારે એટલું જ કહેવું છે કે આજે બાળમજૂરોની સંખ્યામાં ઉદારીકરણના કારણે 10 ટકાનો ઉછાળો આવ્યો છે. આવતી કાલે બાળ અપરાધીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો જોવા તમો સહુ તૈયાર જ રહેજો કારણ કે નવરો બેઠેલો વાંદરો કંઈક ને કંઈક ઉપદ્રવ જો કરતો જ રહે છે તો નવરો બેઠેલો માણસ શાંત બેસી રહેશે કે માળા ગણતો રહેશે એવું જો તમે માનતા હો તો મૂર્ખાઓના જગતમાં વસો છો. 100