Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 99
________________ દર્શકોને દ્વિઅર્થી સંવાદો વધુ પસંદ આવે છે રાજસ્થાન પત્રિકા : તા. ૧૩/૬/૦૭ ‘તારે ક્રિકેટ રમવું છે ? કે પછી ભણવા બેસવું છે ?’ પસંદગીનો નિર્ણય કરવાની તક તમે બાબાને આપો અને તમે શું એમ માનો છો કે બાબો ‘ભાવા બેસવા' પર પોતાની પસંદગી ઉતારશે ? ‘આગને સમર્પિત બનીને તારે ઉપર જવું છે ? કે પછી ઢાળ આગળ ગોઠવાઈ જઈને તારે નીચે ઊતરી જવું છે ?' તમે પાણીને આ પ્રશ્ન પૂછો અને તમે શું એમ માનો છો કે પાણી, આગને સમર્પિત થઈ જવા પર પોતાની પસંદગી તારકો રસલપર, ભોગલંપટ અને વાસનાલંપટ દર્શકોને તમે એમ પૂછો કે તમારે મીરાનાં ભજનો સાંભળવા છે ? કે માઇક્લ જેક્સનનું પોપસંગીત તમે શું એમ માનો છો કે દર્શકો મીરાનાં ભજનો પર પોતાની પસંદગી ઉતારશે ? રામ રામ કરો રામ રામ ! સારી વાત તો એ છે કે જેઓ પાસે પુખ્તતા છે પણ પરિપક્વતા નથી એમને સારાં-નરસાં વચ્ચે પસંદગી કરવાનો અધિકાર આપો જ નહીં. એમને સીધું સારું જ આપી દો. એમને કદાચ ન ગમતું હોય તો ય ! કારણ કે એમનું હિત એમાં જ છે. જ ૯૯

Loading...

Page Navigation
1 ... 97 98 99 100