Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 97
________________ વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા તૈયાર - અનમંત્રી સુબોધકાંત સહાય દૈનિક ભાસ્કર : તા. ૧૪/૬૦૦ જમીન અમારા દેશની, કુદરતી સંપત્તિ અમારા દેશની, શ્રમ અમારા દેશના પ્રજાજનોનો, આગતા-સ્વાગતા અમારા દેશની, અને ધંધામાં નફો જેટલો પણ થાય એ બધો જ તમારો. આવી ઉદારતા અને મહેમાનગતિ જ્યાં જોવા અને માણવા મળતી હોય ત્યાં વિદેશી કંપનીઓનાં ધાડેધાડાં ઊતરી પડવા તૈયાર ન થાય તો જ આશ્ચર્ય ! કમાલનું આશ્ચર્ય તો એ છે કે ઘરમાં ચોરી કરવા આવી જતા ચોરને તો આ દેશના લોકો પડકારે છે જ્યારે આખા દેશને લૂંટી જવાનો જ મનસૂબો ધરાવતી વિદેશી કંપનીઓનું તો આ દેશના રાજકારણીઓ લાલજાજમ પાથરીને સ્વાગત કરી રહ્યા છે એટલું જ નહીં, એમના દેશમાં જઈને હાથ જોડીને વિનંતિ કરી રહ્યા છે કે તમે અમને લૂંટવા અમારા દેશમાં આવો. અમે તમારી બને એટલી તમામ પ્રકારની આગતા-સ્વાગતા તો કરશું જ પરંતુ આવી ભવ્ય લૂંટ કરવા બદલ વારે-તહેવારે અમારા પ્રજાજનો સમક્ષ પણ અમે તમારાં સત્કાર-સન્માન કરતા રહેશું.

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100