________________
વર્તમાન લોકસભાના ૨૫ ટકા સભ્યો સામે ફોજદારી કેસો વિચારાધીન છે.
- મહેશ ઠાકર ગુજરાત સમાચાર : તા. ૩/૫/૦૦
૦
પોતાના દવાખાને આવતા દર સો દર્દીઓમાંથી પચ્ચીસ દર્દીઓને સ્મશાનમાં મોકલી દેતા ડૉક્ટર પાસે દવા લેવા કયો દર્દી જવાનો? પોતાની પાસે આવતા દર સો અસીલોમાંથી પચ્ચીસ અસીલોને જેલના દરવાજા બતાડી દેતા વકીલને કયો અસીલ પોતાનો કેસ સોંપવાનો? સો રોટલીમાંથી પચ્ચીસ રોટલીને કાચી રાખનાર કયા રસોઇયાને કોઈ માણસ પોતાને ત્યાંના પ્રસંગમાં રસોઈ કરવા બોલાવવાનો? લોકસભામાં જેઓ પણ અત્યારે ગાદી પર બિરાજમાન છે અને આ દેશના પ્રજાજનોના સુખની અને સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે એમાંના ૨૫ ટકા સભ્યો એવા છે કે જેઓ તિહાડ જેલના મહેમાન બનવાની તમામ પ્રકારની યોગ્યતા [2] ધરાવી રહ્યા છે અને છતાં આ દેશના ઉદારદિલ [2]. મતદાતાઓએ એમને ખોબલે ખોબલે મત આપવાનું ગજબનાક પુણ્યકાર્ય [?] કર્યું છે ! એ તમામ સભ્યોનું એટલું જ કહેવું છે કે મોહનદાસ કરમચંદ ગાંધી જેલમાં જઈ આવ્યા છતાં ય જો રાષ્ટ્રપિતા બની શક્યા છે તો અમે તો હજી જેલમાં ગયા પણ નથી, શા માટે અમે લોકસભાને શોભાવી ન શકીએ? બાપુ! છે તમારી પાસે આ દલીલનો કોઈ જવાબ?