________________
આજની યુવાપેઢીની એક માત્ર મંઝવણ :
પૈસા કેમ કમાવા
ગુજરાત સમાચાર : તા. ૯/૫/૦૭
સત્તાસ્થાને આવવામાં સફળ કોણ બને છે? શ્રીમંતો ! કામ કરાવવામાં સફળતા કોને મળે છે? પૈસા વેરતા આવડે છે એને ! પેપરોમાં કે મૅગેઝીનોમાં હેડલાઇન” કોણ રોકે છે? શ્રીમંતો ! અપરાધો કરવા છતાં વાળ વાંકો કોનો નથી થતો? શ્રીમંતોનો ! જગતમાં પૂજા કોની થાય છે? શ્રીમંતોની ! સમાજ વચ્ચે બહુમાન કોનાં થાય છે? શ્રીમંતોનાં ! શિક્ષાનું લક્ષ્ય શું છે? શ્રીમંતાઈ ! જગતના કોઈ પણ ક્ષેત્રમાં તમે સફળ બનો. તમને ઇનામમાં મળશે શું ? વિપુલ પૈસો ! બસ, ચારે ય બાજુ આજની યુવાપેઢીને આ જ દેખાઈ રહ્યું છે, પૈસાની જ પૂજા ! પૈસાની જ પ્રતિષ્ઠા ! અને પૈસાની જ બોલબાલા ! આ વાતાવરણમાં એને પૈસા કમાવાની જ મૂંઝવણ રહેતી હોય તો એમાં કાંઈ નવાઈ લાગતી નથી પણ એક વાત યુવા પેઢીને ખાસ કરવાનું મન થાય છે કે પૈસાથી કૂતરો ખરીદી શકાય છે પરંતુ પૈસાથી કૂતરાને પૂંછડી પટપટાવવા રાજી કરી શકાતો નથી એટલું ખાસ યાદ રાખે તેઓ !
૮૦